Not Set/ અમિતશાહ અને સી.કે.પટેલ દ્વારા બંધબારણે મળેલી બેઠકમાં શું થઇ હતી ચર્ચા જાણો

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, મુખ્ય મંત્રી વિજય રૂપાણી ,નીતિન પટેલ ,પ્રદીપસિંહ જાડેજા ની હાજરીમાં ગઈકાલે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ના અધ્યક્ષ સી.કે.પટેલની  બંધબારણે બેઠક થઇ હતી જે બાબતે આજે સી.કે.પટેલ દ્વારા મિટિંગમાં શું ચર્ચા થઈ તે બાબતે ખુલાસો કરવામાં આવ્યો. જેમાં તેમણે જણાવ્યું કે સરકાર સાથે થયેલી બેઠક માં પાટીદારોના બાકી રહેલા પ્રશ્નોને લઈને  ચર્ચા […]

Top Stories
ck patel અમિતશાહ અને સી.કે.પટેલ દ્વારા બંધબારણે મળેલી બેઠકમાં શું થઇ હતી ચર્ચા જાણો

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, મુખ્ય મંત્રી વિજય રૂપાણી ,નીતિન પટેલ ,પ્રદીપસિંહ જાડેજા ની હાજરીમાં ગઈકાલે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ના અધ્યક્ષ સી.કે.પટેલની  બંધબારણે બેઠક થઇ હતી જે બાબતે આજે સી.કે.પટેલ દ્વારા મિટિંગમાં શું ચર્ચા થઈ તે બાબતે ખુલાસો કરવામાં આવ્યો.

જેમાં તેમણે જણાવ્યું કે સરકાર સાથે થયેલી બેઠક માં પાટીદારોના બાકી રહેલા પ્રશ્નોને લઈને  ચર્ચા કરવામાં આવી જેમાં મુખ્યત્વે શહીદ યુવાનોના પરિવારને નોકરી આપવાની બાકી છે. બિન અનામત આયોગ ના બજેટને લઇને પણ ચર્ચા કરવામાં આવી પાટીદારોની લોકસભા ચૂંટણી બાબતે નારાજગી છે તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી.

પરંતુ સિકે  પટેલે જણાવ્યું કે કોઈપણ પાટીદાર  સમાજ સરકાર થી નારાજ નથી અને તમામ પાટીદારો નો સમાજ ભાજપ સાથે જ રહેશે અને સમાજ હંમેશા રાષ્ટ્રીય ભાવના સાથે જોડાયેલો છે ત્યારે બીજી તરફ તેમણે જણાવ્યું હતું કે સરકારનું જે 600 કરોડનું બજેટ છે તે બજેટ પણ વપરાતું નથી સાથે જ ખેડૂતોના કેટલાક પ્રશ્નો છે તે બાબતે ચર્ચા કરવામાં આવી અને આ ચર્ચાના અંતે સરકાર તમામ પ્રશ્નોના ઉકેલ લાવવા માટે સક્ષમ છે તેવી બાંહેધરી  પણ આપવામાં આવી હતી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે જેને અનામત નથી મળતી તેને બિન અનામત લક્ષી લાભ મળે તે બાબતે પણ સરકારે પોઝિટિવ રિસ્પોન્સ બતાવ્યો હતો.પાટીદાર આંદોલનમાં જે  આંદોલનકારીઓ સાથે સમાધાન થયું હતું તેમાંથી શહીદ પરિવારોને નોકરી આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. અને આ કામ પણ નજીકના દિવસોમાં પુરુ કરવામાં આવશે તેની બાંહેધરી આપવામાં આવી હતી સાથે જ સીકે પટેલે જણાવ્યું હતું કે સરકાર ગંભીર રીતે તમામ થયેલા ચર્ચાના પ્રશ્નોની જલ્દીથી નિરાકરણ લાવશે તેવી  તમને ખાતરી છે