Not Set/ કૌભાંડી સાંડેસરા ભાઈઓ વિરુધ ED દ્વારા PMLA એક્ટ હેટળ ફાઈલ કરાઈ ચાર્જસીટ

નવી દિલ્હી, ફાર્મા કંપની સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડના માલિક નીતિન સાંડેસરા અને તેઓના ભાઈ પર પ હજાર કરોડ રુપિયાનો બેંક ગોટાળાનો આરોપ છે અને તેઓ પણ દેશની બેન્કોને હજારો કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવી કૌભાંડી વિદેશમાં ભાગી ગયો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે, ત્યારે હવે પ્રવર્તમાન નિદેશાલય (ED) દ્વારા સાંડેસરા ભાઈઓ વિરુધ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. Enforcement Directorate has […]

Top Stories India Trending
કૌભાંડી સાંડેસરા ભાઈઓ વિરુધ ED દ્વારા PMLA એક્ટ હેટળ ફાઈલ કરાઈ ચાર્જસીટ

નવી દિલ્હી,

ફાર્મા કંપની સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડના માલિક નીતિન સાંડેસરા અને તેઓના ભાઈ પર પ હજાર કરોડ રુપિયાનો બેંક ગોટાળાનો આરોપ છે અને તેઓ પણ દેશની બેન્કોને હજારો કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવી કૌભાંડી વિદેશમાં ભાગી ગયો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે, ત્યારે હવે પ્રવર્તમાન નિદેશાલય (ED) દ્વારા સાંડેસરા ભાઈઓ વિરુધ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે.

ED દ્વારા નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરા વિરુધ PMLA એક્ટ (ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ ઓર્ડિનન્સ) હેઠળ સપ્લીમેટ્રી ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે.

નીતિન સાંડેસરા હાલમાં નાઈજીરિયા હોવાના અહેવાલ

આ પહેલા માહિતી સામે આવી હતી કે, વેપારી નીતિન સાંડેસરા દુબઈમાં છે, પરંતુ ED અને CBIના સૂત્રોના જણાવ્યા મુજબ, આ કૌભાંડી વેપારી હાલમાં નાઈજીરિયા ભાગી ગયો છે.

મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ED અને CBIના સૂત્રોના જણાવ્યા મુજબ નીતિન સાંડેસરા, તેઓના ભાઈ ચેતન, ભાભી દીપ્તિ બેન સાંડેસરા અને પરિવારના અન્ય સભ્યો હાલમાં નાઈજીરિયા હોવાનું સામે આવ્યું હતું.

કોણ છે નીતિન સાંડેસરા ?

 

688809 sterling biotech કૌભાંડી સાંડેસરા ભાઈઓ વિરુધ ED દ્વારા PMLA એક્ટ હેટળ ફાઈલ કરાઈ ચાર્જસીટ
national-Chargesheet filed ED PMLA Act-scandal Sandesara brothers

ઉદ્યોગપતિ નીતિન સાંડેસરાની વાત કરવામાં આવે તો, તેઓએ દવા વેચવાના કામથી પોતાના વેપારની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓએ તેલ. રિયલ એસ્ટેટ સહિતના ઘણા ઉદ્યોગ શરુ કર્યા હતા.

બતાવવામાં આવી રહ્યું છે કે, નીતિન સાંડેસરાનો વેપાર ભારત ઉપરાંત નાઈજીરિયા, યુએઈ, આયર્લેન્ડ, અમેરિકા, સેશલ્સ અને મોરિશિયસમાં ફેલાયેલો છે. આ ઉપરાંત નાઈજીરિયામાં તેઓના તેલના કુંવા હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે.

મહત્વનું છે કે, નીતિન સાંડેસરા પણ બેન્કિંગ ગોટાળાનો આરોપ સાબિત થયા બાદ ED દ્વારા સ્ટર્લિંગ બાયોટેકના રાજધાની દિલ્હી, મુંબઈ, વડોદરા, અમદાવાદ અને સુરત સહિતના દેશના અલગ અલગ શહેરોમાં ૫૦ જગ્યાઓ પર છાપેમારી કરાઈ હતી.