Not Set/ મુંબઈ: ચંપાના છોડ લગાવવા રેખા 2 કરોડ ખર્ચશે…, અહીં વાંચો

મુંબઈ, મુંબઈના બેન્ડસ્ટેન્ડમાં ચંપાની સુગંધ ફેલાય એ માટે રાજ્યસભાનાં ભૂતપૂર્વ સંસદસભ્ય અને દિગ્ગજ અભિનેત્રી રેખાએ બીડું ઝડપ્યું છે. મુંબઈનાં બેન્ડસ્ટેન્ડમાં ચંપાનાં ઝાડ લગાવવામાં આવશે તો જ સંસદસભ્યોને મળતી ગ્રાન્ટમાંથી પૈસા આપીશ તેવું રેખાએ સ્પષ્ટ કહ્યું  છે. રેખાને મળતી ગ્રાન્ટમાંથી મુંબઈના બાંદ્રાના બેન્ડસ્ટેન્ડ પર 200 ચંપાનાં ઝાડ લગાવવામાં આવનાર છે. સેન્ટ્રલ પાર્કની જગ્યાના એક કિલોમીટરના પટ્ટાના […]

Uncategorized
rekhaa મુંબઈ: ચંપાના છોડ લગાવવા રેખા 2 કરોડ ખર્ચશે..., અહીં વાંચો

મુંબઈ,

મુંબઈના બેન્ડસ્ટેન્ડમાં ચંપાની સુગંધ ફેલાય એ માટે રાજ્યસભાનાં ભૂતપૂર્વ સંસદસભ્ય અને દિગ્ગજ અભિનેત્રી રેખાએ બીડું ઝડપ્યું છે. મુંબઈનાં બેન્ડસ્ટેન્ડમાં ચંપાનાં ઝાડ લગાવવામાં આવશે તો જ સંસદસભ્યોને મળતી ગ્રાન્ટમાંથી પૈસા આપીશ તેવું રેખાએ સ્પષ્ટ કહ્યું  છે.

Image result for rekha

રેખાને મળતી ગ્રાન્ટમાંથી મુંબઈના બાંદ્રાના બેન્ડસ્ટેન્ડ પર 200 ચંપાનાં ઝાડ લગાવવામાં આવનાર છે. સેન્ટ્રલ પાર્કની જગ્યાના એક કિલોમીટરના પટ્ટાના સમુદ્રકિનારા પર અંદાજે 2 કરોડ 60 હજારનાં ચંપાના ઝાડ ઉગાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું

Related image

રેખાનો આગ્રહ છે કે સંસદસભ્યનિધિમાંથી બે કરોડનાં ચંપાનાં ઝાડ લગાવવામાં આવે. ઝાડ રોપ્યા પછી તેની વ્યવસ્થા માટે થનારો ખર્ચ કોણ કરશે તેનો જવાબ હજી અનુત્તર છે, જોકે 200 ચંપાનાં ઝાડ સમુદ્રકિનારે કેટલો સમય ટકી શકશે તેના પર પણ શંકા વ્યક્ત કરવામાં આવે છે.

Related image

અહીં અન્ય સુશોભન પણ કરવામાં આવી શકે છે, પરંતુ જો અહીં ચંપાનાં ઝાડ ઉગાડવામાં આવે તો જ સંસદસભ્યનિધિમાંથી ફંડ આપીશ તેવો રેખા કેમ આગ્રહ રાખે છે તે જાણવા નથી મળતું પરંતુ સંસદસભ્યની ટર્મ પૂર્ણ થતાં બચેલા ફંડનો ઉપયોગ કરવા માટે રેખાએ નિર્ણય લીધો હોવાનું સમજાય છે.

Related image