Not Set/ હત્યા/ UP હિન્દુ મહાસભાનાં નેતાની હત્યામાં સામે આવ્યું સુરત કનેક્શન, શું IS સુરતથી કરે છે ઓપરેટ???

ઉત્તર પ્રદેશના લખનૌમાં હિન્દુ મહાસભાના એક સમયના નેતા કમલેશ તિવારીની હત્યા કેસમાં સુરત કનેક્શન ખુલતા પોલીસ ચોંકી ઉઠી છે અને તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પોલીસ દ્વારા મીઠાઈની દુકાનમાંથી સીસીટીવી ફૂટેજ કબ્જે કરાયા હોવાનું સામે આવી રહ્યું છે. આપને જણવી દઇએ કે, થોડા સમય પૂર્વે લખનૌમાં નાકા વિસ્તારમાં પોતાની ઓફીસે કામ કરી રહેલા કમલેશ તિવારીની […]

Top Stories Surat
કમલેશ હત્યા/ UP હિન્દુ મહાસભાનાં નેતાની હત્યામાં સામે આવ્યું સુરત કનેક્શન, શું IS સુરતથી કરે છે ઓપરેટ???

ઉત્તર પ્રદેશના લખનૌમાં હિન્દુ મહાસભાના એક સમયના નેતા કમલેશ તિવારીની હત્યા કેસમાં સુરત કનેક્શન ખુલતા પોલીસ ચોંકી ઉઠી છે અને તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પોલીસ દ્વારા મીઠાઈની દુકાનમાંથી સીસીટીવી ફૂટેજ કબ્જે કરાયા હોવાનું સામે આવી રહ્યું છે.

આપને જણવી દઇએ કે, થોડા સમય પૂર્વે લખનૌમાં નાકા વિસ્તારમાં પોતાની ઓફીસે કામ કરી રહેલા કમલેશ તિવારીની બે યુવકો દ્વારા મીઠાઈના બોક્સમાં હથિયારો છૂપાવીને ઓફિસમાં પ્રવેશી હત્યા કરવામાં આવી હતી. જો કે હત્યારા દ્વારા કમલેશને પ્રથમ ગોળી મારવાનો પ્રયાસ કરવામાં આવ્યા હતો પણ તેમાં તેઓ બચી ગયા હતા, બાદમાં છરી વડે ગળું કાપી નાંખવામાં આવ્યું હતું.

આપણ વાંચો : યુપી/ હિન્દુ મહાસભાના નેતા કમલેશ તિવારીની ગળુ કાપી હત્યા

કમલેશ તિવારીના મર્ડરની તપાસ કરી રહેલી યુપી પોલીસને મીઠાઈનું બોક્સ પર સુરતની મીઠાઈની દુકાનનું હોવાનાં સગળ મળ્યા છે. સુરતનાં ઉધના ઉદ્યોગ નગર ખાતે આવેલી ઘરતી ફૂડ્ઝ પ્રાઈવેટ લિમિટેડનું બોક્સ હોવાનું સામે આવી રહ્યું છે. ઘટના સ્થળેથી  પોલીસને એક રસીદ પણ મળી છે. જે બુધવારે રાત્રે સાડા નવ વાગ્યે મીઠાઈ ખરીદવામાં આવી હોવાનું દર્શાવી રહી છે.

મીઠાઈ 680 રૂપિયાની કિલો હતી અને બીલ  500 રૂપિયાનું છે. બીલની ચૂકવણી રોકડા રૂપિયામાં કરવામાં આવી હતી અને આ મીઠાઈ બે દિવસ પહેલાં સુરતથી ખરીદવામાં આવી હતી. સુરત કનેક્શન નીકળતા  ગુજરાત પોલીસ હરકતમાં આવી ગઈ છે અને સુરત પોલીસ સાવધ થઈ ગઈ છે.

આપને જણાવી દઇએ કે, 2015માં કમલેશ તિવારીએ પયગમ્બર હઝરત મહંમદ સાહેબ વિરુદ્વ વિવાદિત ટીપ્પણી  કરી હતી અને ત્યાર બાદ મોટો હંગામો થયો હતો. નિવેદનના પગલે તેમની ધરપકડ થઈ હતી અને રાસુકા હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવી હતી. ઈલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે તાજેતરમાં જ તેમની સામેની રાસુકાની કલમ રદ્દ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.