Not Set/ હળવદના ધણાદ ગામે વાડીએ રખોપુ કરવા ગયેલા યુવાનની ભેદી હત્યા

ગઈકાલે રાત્રે પણ નિત્યક્રમ મુજબ વાડીએ ગયા હતા જ્યાં કોઈ અજાણ્યા શખ્સોએ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચાડતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.

Top Stories Gujarat Others
હળવદ

હળવદ તાલુકાના ધણાદ ગામે વાડીએ વાવેલા ઉનાળુ તલનું રખોપુ કરવા ગયેલા યુવાનની કોઈ અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી નાખવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ હળવદ પોલીસ ટીમ ધણાદ વાડી વિસ્તારમાં દોડી ગઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ધણાદ ગામે રહેતા રાજુભાઇ નાગરભાઈ ઠાકોર ઉ.24 નામના યુવાનને ધણાદ રણમલપુર રોડ ઉપર વાડી આવેલી છે અને આ વાડીમાં હાલમાં ઉનાળુ તલનું વાવેતર કરેલું હોય તેવો રોજ રાત્રીના વાડીએ રખોપુ (ટોવા) કરવા જતા હતા. ગઈકાલે રાત્રે પણ નિત્યક્રમ મુજબ વાડીએ ગયા હતા જ્યાં કોઈ અજાણ્યા શખ્સોએ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચાડતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. હત્યાના આ બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ છે અને રાજુભાઇ ઠાકોરની હત્યાના બનાવના અંકોડા મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે.

Above 1 હળવદના ધણાદ ગામે વાડીએ રખોપુ કરવા ગયેલા યુવાનની ભેદી હત્યા

આ પણ વાંચો : થોમસ અને ઉબેર કપની વિજ્ય ટીમને મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી,જુઓ વીડિયો