Manipur/ મણિપુરમાં 20 વર્ષ પછી હિન્દી ફિલ્મ થશે પ્રદર્શિત, આતંકવાદીઓએ સળગાવી કેસેટની દુકાનો

આદિવાસી સંગઠન ‘હમારા છાત્ર સંઘ’ (HSA) એ મંગળવારે સાંજે ચુરાચંદપુર જિલ્લાના રેંગકાઈ (લમ્કા) ખાતે હિન્દી ફિલ્મ પ્રદર્શિત કરવાની યોજના બનાવી છે.

Top Stories India
Untitled 144 5 મણિપુરમાં 20 વર્ષ પછી હિન્દી ફિલ્મ થશે પ્રદર્શિત, આતંકવાદીઓએ સળગાવી કેસેટની દુકાનો

જાતિ હિંસાથી પ્રભાવિત મણિપુરમાં બે દાયકાથી વધુ સમય બાદ પ્રથમ વખત સ્વતંત્રતા દિવસ પર હિન્દી ફિલ્મ પ્રદર્શિત થશે. આદિવાસી સંગઠન ‘હમારા છાત્ર સંઘ’ (HSA) એ મંગળવારે સાંજે ચુરાચંદપુર જિલ્લાના રેંગકાઈ (લમ્કા) ખાતે હિન્દી ફિલ્મ પ્રદર્શિત કરવાની યોજના બનાવી છે. જોકે, તેણે ફિલ્મનું નામ જાહેર કર્યું નથી.

HSA એ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ ઉગ્રવાદી જૂથો પ્રત્યેની અમારી અવજ્ઞા અને વિરોધ દર્શાવવા માટે છે જેણે દાયકાઓથી આદિવાસીઓને તેમના નિયંત્રણમાં રાખ્યા છે. સ્વતંત્રતા અને ન્યાય માટેની અમારી લડાઈ ચાલુ રાખવાના અમારા સંકલ્પમાં અમારી સાથે જોડાઓ.

HSAએ જણાવ્યું હતું કે 1998માં મણિપુરમાં જાહેરમાં દેખાડવામાં આવેલી છેલ્લી હિન્દી ફિલ્મ “કુછ કુછ હોતા હૈ” હતી. નોંધપાત્ર રીતે, વિદ્રોહી સંગઠન ‘રિવોલ્યુશનરી પીપલ્સ ફ્રન્ટ’એ સપ્ટેમ્બર 2000માં હિન્દી ફિલ્મોના પ્રદર્શન પર પ્રતિબંધ મૂક્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે 12 સપ્ટેમ્બરના રોજ પ્રતિબંધ લાદવામાં આવ્યાના એક સપ્તાહની અંદર, બળવાખોરોએ રાજ્યમાં દુકાનોમાંથી એકત્રિત કરવામાં આવેલી હિન્દીમાં 6,000 થી 8,000 વીડિયો અને ઑડિયો કેસેટને બાળી નાખી હતી.

આરપીએફએ પૂર્વોત્તર રાજ્યમાં પ્રતિબંધ માટે કોઈ કારણ આપ્યું નથી, પરંતુ કેબલ ઓપરેટરોએ જણાવ્યું હતું કે આતંકવાદી જૂથને રાજ્યની ભાષા અને સંસ્કૃતિ પર બોલિવૂડની નકારાત્મક અસર થવાની આશંકા છે.

આપને જણાવી દઈએ કે મણિપર ત્રણ મહિનાથી વધુ સમયથી હિંસાથી પીડિત છે. અહીં અનામતને લઈને બે સમુદાયો વચ્ચે હિંસા શરૂ થઈ, જે ગંભીર સ્વરૂપ લઈ ગઈ. આ વખતે સમગ્ર ચોમાસુ સત્રમાં કેન્દ્ર સરકારને આ મામલે ઘેરવામાં આવી હતી. જોકે આજે પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી દાવો કર્યો હતો કે હવે મણિપુરમાં સુધારો થયો છે અને શાંતિ પુનઃસ્થાપિત થઈ રહી છે.

આ પણ વાંચોઃ સ્વતંત્રતા પર્વ ઉજવણી/પોરબંદરમાં મધદરિયે લહેરાયો તિરંગો ધ્વજ

આ પણ વાંચોઃ ગાંધીનગર/WHO અને આયુષ મંત્રાલય સંયુક્ત રીતે પ્રથમ ‘Traditional Medicine Global Summit’નું કરશે આયોજન

આ પણ વાંચોઃ મિત્રતાના નાતો/મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે વલસાડમાં મિત્રતા નિભાવી

આ પણ વાંચોઃ કચ્છ/BSFએ જખૌ બંદર પરથી ચરસના 10 પેકેટ અને હેરોઈનના 01 પેકેટ કર્યા જપ્ત

આ પણ વાંચોઃ સંતાનને વિદેશ મોકલતા ચેતજો/લંડનમાં વધુ એક ગુજરાતી યુવક થયો ગુમ, પરિવાર સાથે ચાર દિવસથી નથી થઇ વાત