સંતાનને વિદેશ મોકલતા ચેતજો/ લંડનમાં વધુ એક ગુજરાતી યુવક થયો ગુમ, પરિવાર સાથે ચાર દિવસથી નથી થઇ વાત

અમદાવાદના વહેલાલ-નવા નરોડાનો રહેવાસી કુશ પટેલ છેલ્લા ચાર દિવસથી લંડનમાં ખોવાયો છે. 10 ઓગસ્ટથી તેનો મોબાઈલ સંપર્ક બહાર બતાવે છે. ત્યારે લંડન પોલીસ પણ હાલ આ યુવકની શોધખોળમાં લાગી છે. 

Top Stories Ahmedabad Gujarat
Untitled 131 લંડનમાં વધુ એક ગુજરાતી યુવક થયો ગુમ, પરિવાર સાથે ચાર દિવસથી નથી થઇ વાત

વિદેશ જવાનો મોહ ગુજરાતીઓને છૂટતો જ નથી એવામાં આજકાલ યુવાનોમાં વિદેશમાં સેટલ થવાનો ક્રેઝ ખૂબ વધી રહ્યો છે. તેમાં મુખ્ય પરિબળ એનઆરઆઈ યુવક કે યુવતી સાથે લગ્ન કરવા. આ રીતે વિદેશમાં સેટલ થવા માટે પણ યુવાનો તૈયાર થઈ જાય છે. પણ ઘણીવાર આ ક્રેઝ ખૂબ ઘાતક સાબિત થઈ શકે છે. આવો જ એક બનાવ તાજેતરમાં લંડનમાં એક ગુજરાતી યુવક સાથે બન્યો છે. અમદાવાદના વહેલાલ-નવા નરોડાનો રહેવાસી કુશ પટેલ છેલ્લા ચાર દિવસથી લંડનમાં ખોવાયો છે. 10 ઓગસ્ટથી તેનો મોબાઈલ સંપર્ક બહાર બતાવે છે. ત્યારે લંડન પોલીસ પણ હાલ આ યુવકની શોધખોળમાં લાગી છે.

આપને જણાવી દઈએ કે, અમદાવાદનો કુશ પટેલ સ્ટુડન્ટ વિઝા પર બિઝનેસ મેનેજમેન્ટના અભ્યાસ માટે લંડન ગયો હતો. લંડન પહોંચ્યાના બે સપ્તાહ બાદ કોલેજ દ્વારા ક્લાસમાં ગેરહાજર રહેવાને કારણે તેને ત્યાંથી જતા રહેવા માટે નોટિસ અપાઈ હોવાની વાત પણ હાલ સામે આવી રહી છે. ત્યારબાદ તેણે વર્ક પરમિટ માટે પ્રોસેસ કરી હતી. જેના માટે પરિવારે લોન લઈને રૂપિયાની વ્યવસ્થા કરી આપી હતી. જો કે, કોઈ કારણોસર તે પણ શક્ય થઈ શક્યું નહીં.

બેથી ત્રણ મહિનામાં જ કુશના વિઝા પુરા થઈ રહ્યા હતા. કુશ પટેલ પરિવારને આ બાબતે શું કહેશે તેની ચિંતામાં હતો. ત્યારે અચાનક તે મોબાઈલ બંધ કરીને ક્યાંક જતો રહ્યો હોવાની શંકા ઊભી થઈ છે. આ જેને પગલે હવે લંડન પોલીસ તપાસ કરી રહી છે. પરિવાર હાલ લંડનમાં શક્ય તેટલા કોન્ટેક્ટ્સની મદદથી કુશને શોધવાના પ્રયાસોમાં લાગ્યો છે. છેલ્લા ચાર દિવસથી પરિવાર પરેશાન છે. પરિવારની પરેશાની આપ તેના પરથી સમજી શકો છો કે કુશ પરિવારમાં એક માત્ર દિકરો છે. અહીં તેના માતા-પિતા અને દાદી માટે જીવન જીવવાનો કુશ એક માત્ર આધાર કહી શકાય. તેના પિતા વિકાસ પટેલને પણ શારીરિક તકલીફ છે. દાદીનું પેન્શન ચાલે છે.

આફ્રિકામાં ફસાયેલો યુવક હેમખેમ વતન પહોંચ્યો

ઉલ્લેખનીય છે કે, જુનાગઢના માંગરોળ શહેરનો યુવક આફ્રિકાના કોંગો સેન્ટરમાં 4 વર્ષ પહેલા ગયો હતો. જ્યાં તેનું કોઈ ઈસમો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને તેના પિતા પાસેથી 80 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જેની જાણ થતાં માંગરોળ પોલીસે કેન્દ્ર અને રાજ્ય સરકાર સહિત એમ્બેસી સાથે સંકલન કરીને યુવકને હેમખેમ પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

આ પણ વાંચો:સુરતમાં વાહન ચાલક સાથે મારામારી કરનાર પોલીસ કર્મીને કરાયો સસ્પેન્ડ

આ પણ વાંચો:8 વર્ષના બાળકના પિતાનું સારવાર દરમિયાન મોત, સુરત પોલીસે પૂરી પાડી પરિવારની હૂંફ

આ પણ વાંચો:અમદાવાદ-બગોદરા હાઇવે પર ગોઝારો અકસ્માત,10 લોકોના કરુણ મોત

આ પણ વાંચો:હરિયાણામાં ગાય લેવા ગયા હતા પણ મોત લઈને આવ્યા ગુજરાતી!