આજકાલ દરેક માનવીના હાથમાં મોબાઈલ જોવા મળે છે. કેટલાક લોકો તેમના કામ માટે મોબાઇલનો ઉપયોગ કરે છે તો કેટલાક તેમના મનોરંજન માટે મોબાઇલનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક દિવસ એવો પણ આવશે જ્યારે માણસોની સાથે પ્રાણીઓ પણ મોબાઈલ ચલાવશે. આ વાત હજુ કોઈએ નઈ વિચાર્યું હોય, અમે પણ નહોતું વિચાર્યું, પરંતુ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વાંદરો મોબાઈલ ચલાવતો જોવા મળી રહ્યો છે. લોકો આ વીડિયોને જોરદાર શેર કરી રહ્યા છે.
મોબાઈલ ચલાવતો વાંદરો થયો વાયરલ
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તે પીળા અને લાલ રંગના કપડા પહેરીને બેડ પર સૂઈ રહ્યો છે. તમે તેના હાથમાં મોબાઈલ ફોન જોઈ શકો છો. જ્યારે કેમેરો તેની નજીક લેવામાં આવ્યો ત્યારે તે ફોન પર વીડિયો જોતો જોવા મળ્યો હતો. વાંદરો કેમેરામાં ડોકિયું કરે છે કે તરત જ તેને અહેસાસ થાય છે કે કોઈ તેનો વીડિયો ઉતારી રહ્યું છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો તેમના મિત્રો સાથે મસ્તી કરવા માટે તેમને કોમેન્ટમાં ટેગ અને શેર કરી રહ્યાં છે.
આ વીડિયો પર લોકોએ ફની કમેન્ટ્સ કરી હતી
View this post on Instagram
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @i__con_01 નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને લાખો લોકો જોઈ ચૂક્યા છે. તેને 4.25 લાખ વધુ લોકોએ લાઈક કર્યું છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે ‘આ મારો મિત્ર છે જે રીલ્સ જોઈ રહ્યો છે’. આ કેપ્શનને ધ્યાનમાં રાખીને લોકોએ ઘણી કોમેન્ટ્સ કરી છે. પોતાના મિત્રને ટેગ કરતા એક યુઝરે લખ્યું કે મેં તને શોધી લીધો છે.
આ પણ વાંચો:Ananad Mahindra tweet/ટ્રાફિકના નિયમો વગર અહોયા આ રીતે ચાલે છે વાહનો! આનંદ મહિન્દ્રાએ વીડિયો શેર કરીને કહી આ વાત
આ પણ વાંચો:1986 Bullet 350 Viral Bill/બુલેટ 350નું જૂનું બિલ થયું વાયરલ, 1986માં આટલી હતી કિમત; તમને જાણીને નવાઈ લાગશે!
આ પણ વાંચો:Viral Video/વોશિંગ મશીનમાં ફસાઈ ગયો માસૂમનો જીવ! મસિહા બની આવ્યા ફાયર ફાઇટર્સ