Not Set/ નવરાત્રી સ્પેશ્યલ : રવિવારની રજામાં વડોદરાના બજારોમાં ઉમટ્યું ખેલૈયાનું મહેરામણ

વડોદરા નવરાત્રીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે જેને લઈને ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.ત્યારે રવિવારના દિવસે રજા હોવાથી વડોદરાના નવાબજાર સહીતના સ્થળો પર નવરાત્રીમાં પહેરાતા ચણીયાચોળી,ઝબ્ભા લેંઘા,વિવિધ સાજ શણગારની વસ્તુઓ ખરીદવા માટે ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા. કલાનગરી વડોદરાના ગરબા વિશ્વ વિખ્યાત છે અને અહીના ખેલૈયાઓ આધુનિક ફેશન સાથે પારંપરિક આભુષણ અને વસ્ત્રો […]

Gujarat Vadodara Trending Navratri 2022
latest trends chaniya choli navratri નવરાત્રી સ્પેશ્યલ : રવિવારની રજામાં વડોદરાના બજારોમાં ઉમટ્યું ખેલૈયાનું મહેરામણ
વડોદરા
નવરાત્રીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે જેને લઈને ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.ત્યારે રવિવારના દિવસે રજા હોવાથી વડોદરાના નવાબજાર સહીતના સ્થળો પર નવરાત્રીમાં પહેરાતા ચણીયાચોળી,ઝબ્ભા લેંઘા,વિવિધ સાજ શણગારની વસ્તુઓ ખરીદવા માટે ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા.
કલાનગરી વડોદરાના ગરબા વિશ્વ વિખ્યાત છે અને અહીના ખેલૈયાઓ આધુનિક ફેશન સાથે પારંપરિક આભુષણ અને વસ્ત્રો ના સમન્વય સાથે વસ્ત્ર પરિધાન કરી ગરબે ઘૂમતા હોય છે.
વડોદરામાં નવરાત્રીની ખરીદી માટે નવાબજાર ખુબ જ લોકપ્રિય માનવામાં આવે છે.અહી દર એક પ્રકારના વસ્ત્રો અને આભૂષણો વ્યાજબી ભાવે મળતા હોય છે જેને લઈને આજે રજાના દિવસે ભારે ભીડ જોવા મળી હતી.ખેલૈયાઓ સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે આ વખતે બેકલેસ ચણીયા ચોળી નો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને સ્ટોનવાળી જ્વેલરીની ફેશન છે જેને લઈને ખેલૈયાઓ ટ્રેન્ડીગ ફેશન વાળા ચણીયા ચોળી અને કુર્તા અને અવનવા આભૂષણો ધ્યાન પૂર્વક નિહાળી ખરીદતા નજરે પડ્યા હતા.
સવારથી જ દુકાનદારો રજાના દિવસે ગ્રાહકો આવશે તેમ માંનીને  પુરતો સ્ટોક રાખી તૈયારી કરી બેઠા હતા પરંતુ હાલ ભરચોમાસે જેવી રીતે ગરમીનો પ્રકોપના લીધે  બપોર બાદ નવા બજાર માં હકડેઠઠ ભીડ જોવા મળી હતી