મહેસાણા/ જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેનનો મામલો, ભારે જહેમત બાદ આખરે ઊંઝામાંથી

અમદાવાદથી જતી જમ્મુ-તાવી ટ્રેનમાં બોમ્બ હોવાનો મેસેજ કંટ્રોલ રૂમમાં આવ્યો હતો. કંટ્રોલરૂમને મેસેજ મળતાં તેને તાત્કાલિક મહેસાણા રેલવે સ્ટેશને અટકાવી દેવામાં આવ્યો હતો. આરપીએફ અને રેલવે પોલીસની ટીમે મહેસાણામાં તપાસ કરવાનું શરુ કર્યું. આ સમાચાર ફેલાતાની સાથે જ આખી ટ્રેન અને આસપાસના વિસ્તારોમાં અચાનક ભીડ એકઠી થઈ ગઈ હતી. પોલીસ દ્વારા સઘન ચેકિંગ બાદ પણ […]

Gujarat Top Stories Others
ટ્રેન

અમદાવાદથી જતી જમ્મુ-તાવી ટ્રેનમાં બોમ્બ હોવાનો મેસેજ કંટ્રોલ રૂમમાં આવ્યો હતો. કંટ્રોલરૂમને મેસેજ મળતાં તેને તાત્કાલિક મહેસાણા રેલવે સ્ટેશને અટકાવી દેવામાં આવ્યો હતો. આરપીએફ અને રેલવે પોલીસની ટીમે મહેસાણામાં તપાસ કરવાનું શરુ કર્યું. આ સમાચાર ફેલાતાની સાથે જ આખી ટ્રેન અને આસપાસના વિસ્તારોમાં અચાનક ભીડ એકઠી થઈ ગઈ હતી. પોલીસ દ્વારા સઘન ચેકિંગ બાદ પણ કંઈ ન મળતાં ટ્રેનને રવાના કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, જમ્મુ તાવી ટ્રેનમાં બોમ્બ હોવાની બાતમી મળતાં આજે મહેસાણા પોલીસ સ્ટેશન ખાતે ટ્રેનને રોકીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ટ્રેનની તપાસ કરતા પહેલા તમામ મુસાફરોને ટ્રેનમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. કંઈપણ શંકાસ્પદ ન મળતાં ટ્રેનને રવાના કરવામાં આવી હતી.

આ પછી પોલીસે તપાસ કરી કે ટ્રેનમાં બોમ્બ હોવાનો ખોટો સંદેશ કોણે આપ્યો અને શા માટે. ત્યારબાદ પોલીસને આ તપાસમાં સફળતા મળી છે. પોલીસે ફોન કરનાર યુવકની ધરપકડ કરી લીધી છે. મહેસાણામાં તપાસ થાય ત્યાં સુધી તે ટ્રેન પકડી લેશે આમ વિચારીને એક યુવકે આવું કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. યુવક અમદાવાદથી મહેસાણા પહોંચ્યો અને ટ્રેન પકડી. આ ઉપરાંત તેની પૂછપરછ દરમિયાન વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ખરેખર, યુવક 3 વર્ષથી બેરોજગાર હતો અને તણાવને કારણે આત્મહત્યા કરવા માટે ઘર છોડી ગયો હતો અને પોલીસને તેની બેગમાંથી ઝેર પણ મળી આવ્યું હતું. હાલ યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: