Not Set/ ૬૦ વર્ષોમાં કોંગ્રેસે શું ..? વિષય અન્વયે પ્રદર્શન ક્યાં ખુલ્લું મુકાયું …?

૬૦ વર્ષોમાં કોંગ્રેસે શું કર્યુંના મ્હેણાં સામે કોંગ્રેસી આગેવાનો કોંગ્રેસે શું કર્યું અને ભાજપે શું કર્યુંની વાતો કરતા થયા છે, જોકે ગુજરાત કોંગ્રેસ દ્વારા ૬૦ વર્ષોમાં કોંગ્રેસના આગેવાનો અને પ્રધાનમંત્રીઓએ કયા કયા કામો કર્યા એની ઝાંખી કરાવતા બે દિવસીય પ્રદર્શનનું કોંગ્રેસી પ્રવક્તા મનીષ દોશીના હસ્તે પ્રારંભ કરાયો હતો. ગુજરાતમાં ૨૫ વર્ષોથી કોંગ્રેસ સત્તાથી દુર છે. […]

Gujarat Others
દારૂ 8 ૬૦ વર્ષોમાં કોંગ્રેસે શું ..? વિષય અન્વયે પ્રદર્શન ક્યાં ખુલ્લું મુકાયું ...?

૬૦ વર્ષોમાં કોંગ્રેસે શું કર્યુંના મ્હેણાં સામે કોંગ્રેસી આગેવાનો કોંગ્રેસે શું કર્યું અને ભાજપે શું કર્યુંની વાતો કરતા થયા છે, જોકે ગુજરાત કોંગ્રેસ દ્વારા ૬૦ વર્ષોમાં કોંગ્રેસના આગેવાનો અને પ્રધાનમંત્રીઓએ કયા કયા કામો કર્યા એની ઝાંખી કરાવતા બે દિવસીય પ્રદર્શનનું કોંગ્રેસી પ્રવક્તા મનીષ દોશીના હસ્તે પ્રારંભ કરાયો હતો.

ગુજરાતમાં ૨૫ વર્ષોથી કોંગ્રેસ સત્તાથી દુર છે. ગુજરાતના વિકાસના નામે ભાજપે કેન્દ્રમાં પણ બીજી વાર જંગી બહુમતીથી સત્તા મેળવી છે. ત્યારે ભાજપી નેતાઓ કોંગ્રેસે ૬૦ વર્ષોમાં શું કર્યુંની વાતો સામે કોંગ્રેસીઓને મ્હેણાં મારતા રહે છે.

જોકે સામે કોંગ્રેસે પણ ૬૦ વર્ષોમાં કયા મુખ્ય કાર્યો કર્યા એની વાતોનો પ્રચાર પણ શરૂ કર્યો છે. જોકે ભાજપ અને કોંગ્રેસની કોણે કયા કાર્યો કર્યાનાં વાકયુદ્ધ વચ્ચે પ્રદેશ કોંગ્રેસ દ્વારા જિલ્લા સ્તર પર ૬૦ વર્ષોમાં કોંગ્રેસના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂ થી લઈને ડો. મનમોહનસિંહ સુધીના પ્રધાનમંત્રીઓએ કરેલા મુખ્ય કાર્યો એની ઝાંખી કરાવતા બે દિવસીય પ્રદર્શનનો આજે નવસારીના એરૂ ચાર રસ્તા નજીક મુન્ના કોમ્પ્લેક્ષમાં કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીના હસ્તે પ્રારંભ કરાયો હતો.

પ્રારંભ અવસરે મનીષ દોશીએ ભાજપનું નામ લીધા વિના કોંગ્રેસ આઝાદી કાળથી હોવાનું અને ૨૫ વર્ષો સુધી કોંગ્રેસનું સુકાન સંભાળનારા સરદારની કોંગ્રેસની વાતો સાથે ૬૦ વર્ષોમાં કરેલા મુખ્ય કામોને ગણાવ્યા હતા. સાથે જ પ્રદર્શનનો ઉદ્દેશ્ય યુવાનોને કોંગ્રેસનાં કાર્યો પ્રત્યે જાગૃત કરવાનો પણ હોવાનું જણાવ્યું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.