Not Set/ #કોરોના થી મહાનગરોની માઠી દશા; વડોદરામાં સામે આવ્યા વધુ 15 નવા કેસ

કોરનાનાં કાળમાં જાણે ગુજરાતના મહાનગરોની માઠી દશા બેઠી હોય તેવું પ્રતિતિ થઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં પ્રસરી ગયેલા કોરોનાનાં કેસમાંથી લગભગ 70 ટકા કેસ ગુજરાતનાં ચાર મહાનગરોમાં જ નોંધવામાં આવ્યા છે. ત્યારે આજે ફરી વડોદરા માટે માઠા સમાચાર આવી રહ્યા હોય તેવી રીતે વડોદરામાં કોરોના પોઝિટિવનાં 15 નવા કેસનો ઉમેરો થયો છે.  વડોદરામાં કોરોના પોઝિટિવનાં વધુ […]

Gujarat Vadodara
eeea04d17cad13f4d47d94aa20fdbd0e #કોરોના થી મહાનગરોની માઠી દશા; વડોદરામાં સામે આવ્યા વધુ 15 નવા કેસ

કોરનાનાં કાળમાં જાણે ગુજરાતના મહાનગરોની માઠી દશા બેઠી હોય તેવું પ્રતિતિ થઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં પ્રસરી ગયેલા કોરોનાનાં કેસમાંથી લગભગ 70 ટકા કેસ ગુજરાતનાં ચાર મહાનગરોમાં જ નોંધવામાં આવ્યા છે. ત્યારે આજે ફરી વડોદરા માટે માઠા સમાચાર આવી રહ્યા હોય તેવી રીતે વડોદરામાં કોરોના પોઝિટિવનાં 15 નવા કેસનો ઉમેરો થયો છે.  વડોદરામાં કોરોના પોઝિટિવનાં વધુ 15 કેસ નોંધવામાં આવતા કુલ કોરોના પોઝિટિવ દર્દીઓ 653 થયાં છે. 

આજે સામે આવેલા કેસ વડોદરા શહેરનાં માંડવી, પાણીગેટ, વાડી, હરણી રોડ વિસ્તારમાંથી નોંધવામાં આવ્યા છે. જો કે વઘતા જતા કોરોનાનાં કહેર વચ્ચે શહેરનાં વધુ 8 કોરોના પોઝિટિવ દર્દીઓ આજે કોરોના સામેની જંગ જીતી સાજા થયાં હોવાથી તેમને ડિસચાર્જ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં અત્યાર સુધી 371 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….