અમદાવાદ/ મહિલાની માનસિક હાલત લથડતા સાસરીયાઓએ ઘરમાંથી હાંકી કાઢી

યુવતીનું કહેવું છે કે તેણે 11 મહિના પહેલા પોતાની પસંદગીના યુવક સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન અંગે જાણ થતા જ યુવતીની માતાને જોરદાર આઘાત લાગ્યો હતો.

Gujarat Top Stories Ahmedabad
સાસરીયાઓ

@નિકુંજ પટેલ

અમદાવાદમાં રહેતી એક યુવતીને તેના સાસરીયાઓ ઘરમાંથી હાંકી કાઢતા યુવતીએ અભ્યમ 181 હેલ્પલાઈન પર મદદ માંગી હતી. સોમવારે આ યુવતીને તેના સાસરીયાઓ ઘરમાંથી કાઢી મુકી હતી.

યુવતીનું કહેવું છે કે તેણે 11 મહિના પહેલા પોતાની પસંદગીના યુવક સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન અંગે જાણ થતા જ યુવતીની માતાને જોરદાર આઘાત લાગ્યો હતો. આઘાતને પગલે માતાએ આત્મહત્યા કરી લીધી હતી. જેને કારણે યુવતીના પરિવારજનો તેની સાથે કોઈ સંબંધ રાખવા તૈયાર ન હતા, એમ એક કાઉન્સેલરે જણાવ્યું હતું.

હાલમાં આ યુવતી ખૂબ જ તણાવ હેઠળ અને હતાશામાં ગરકાવ થઈ ગઈ છે. જેમાં તેને અનેક શારીરિક તકલીફો ઉભી થતા તેની તબીબી સારવાર અને પરિક્ષણ કરવામાં આવી રહ્યા છે. આ તકલીફોને પગલે તેને ગર્ભ ધારણ કરવામાં પણ મુશ્કેલી ઉભી થઈ શકે છે.

જ્યારે આ બાબતની જાણ તેના સાસરીયાઓને થઈ ત્યારે તેમણે તેને ઘર છોડી દેવા કહ્યું હતું. સાસરીમાંથી હાંકી કાઢતા અને પિયરમાં પણ કોઈ બોલાવવા તૈયાર ન હોવાથી આ યુવતીને હવે ક્યાં જવુ તેનો પ્રશ્ન ઉભો થયો હતો.

અંતે તેણે મહિલા હેલ્પલાઈનમાં મદદ માંગી હતી. જેમાં યુવતીને એક સેન્ટરમાં રહેવા માટે વ્યવસ્થા કરી આપવામાં આવી છે. ઉપરાંત તેને કાયદાકીય કાઉન્સિલીંગ પણ પુરૂ પાડવામાં આવશે, એમ હેલ્પલાઈનના એક કાઉન્સેલરે જણાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વાઈબ્રન્ટ સમિટ/વાઈબ્રન્ટ સમિટ Live : પીએમ મોદીએ કહ્યું- 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવાનો લક્ષ્ય

આ પણ વાંચો:ગુજરાત/સુરતમાં કાપડના વેપારી પાસેથી 75 હજારની લાંચ લેતા કોન્સ્ટેબલનો સાગરીત ઝડપાયો

આ પણ વાંચો:અકસ્માત/વડોદરામાં પૂરપાટ ઝડપે દોડતાં ડમ્પર ચાલકે 4 લોકોને અડફેટે લીધાં, એકનું મોત