Not Set/ રાજકોટમાં દારૂની રેડના મામલે PI, PSI અને 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરાયા

રાજકોટ: રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી દારૂની રેલમછેલ થઇ રહી છે, તાજેતરના થોડા સમયમાં જ ૫૦-૫૦ લાખની મત્તાનો દારૂનો જથ્થો ઝડપાયો છે. આ દારૂની રેડ બાદ યોગ્ય કાર્યવાહી થતી જ ન હોવાની ચર્ચાઓ ઉઠવા પામી હતી.જે અંગે પોલીસ કમિશનર અનુપમ ગહલોતે PI, PSI અને બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે. જેના પગલે પોલીસ રાજકોટ કમિશનર અનુપમસિંહ ગહલોત […]

Top Stories Rajkot Gujarat Trending
PI, PSI and 2 constables suspended in liquor case in Rajkot

રાજકોટ: રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી દારૂની રેલમછેલ થઇ રહી છે, તાજેતરના થોડા સમયમાં જ ૫૦-૫૦ લાખની મત્તાનો દારૂનો જથ્થો ઝડપાયો છે. આ દારૂની રેડ બાદ યોગ્ય કાર્યવાહી થતી જ ન હોવાની ચર્ચાઓ ઉઠવા પામી હતી.જે અંગે પોલીસ કમિશનર અનુપમ ગહલોતે PI, PSI અને બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે.

76a47e85 af5e 40c4 ad6d 5957e77ded31 રાજકોટમાં દારૂની રેડના મામલે PI, PSI અને 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરાયા

જેના પગલે પોલીસ રાજકોટ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા કડક અને આકરો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના અંતર્ગત રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એચ.આર ભાટુ, ડી સ્ટાફના પીએસઆઇ અને બે કોન્સ્ટેબલ ભાનુ મિયાત્રા અને યુવરાજસિંહને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે સમગ્ર પોલીસબેડામાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.

રાજકોટ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતના જણાવ્યા મુજબ, આજથી ૧૫ દિવસ અગાઉ શહેરના ગાંધીગ્રામ પોલીસ મથક હેઠળના ઘંટેશ્વર વિસ્તારમાં દારૂની રેડ પાડવામાં આવી હતી. આ રેડ અંગે ખાનગી રાહે બાતમી મળી હતી કે, આ રેડમાં કશુંક ખોટું રંધાયું છે.

0e2d57f2 874e 42f5 ab6a 43d8a3cb3722 રાજકોટમાં દારૂની રેડના મામલે PI, PSI અને 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરાયા

આ બાતમીના આધારે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા ગુપ્ત રાહે સિનિયર અધિકારીને આ રેડ અંગેની તપાસ સોંપવામાં આવી હતી. આ તપાસમાં દારૂની રેડ પછીની કાર્યવાહીમા અનેક ક્ષતિઓ બહાર આવી હતી.

આ તપાસનો રિપોર્ટ બહાર આવ્યા બાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા આ ઘટનામાં જવાબદાર એવા ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ, ડી સ્ટાફના પીએસઆઇ અને બે કોન્સ્ટેબલને તાકીદની અસરથી સસ્પેન્ડ કરી દેવામા આવ્યાં છે.