Not Set/ નડિયાદમાં ઉત્તરાયણના પર્વ પહેલા જ બની મોટી દુર્ઘટના, પતંગ પકડવા જતા બાળક સાથે થયું એવું કે..

ઉત્તરાયણના પર્વને લઈ રાજ્યભરમાં ધૂમ છે અને આ પર્વને લઈને વડીલોથી લઈ સૌ કોઈમાં ઉત્સાહનો માહોલ હોય છે,

Gujarat Others
ઉત્તરાયણના

ઉત્તરાયણના પર્વને લઈ રાજ્યભરમાં ધૂમ છે અને આ પર્વને લઈને વડીલોથી લઈ સૌ કોઈમાં ઉત્સાહનો માહોલ હોય છે, પરંતુ ક્યારેક આ પતંગ ચગાવાની મજા ઘણીવાર સજા રૂપ પણ સાબિત થતી હોય છે, ત્યારે આ જ પ્રમાણે માતાપિતા માટે બાળકોને લઈને એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે.હકીકતમાં, ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે આ પહેલા નડિયાદમાંથી એક મોટી ઘટના સામે આવી છે, જ્યાં એક નવ વર્ષનું બાળક પતંગ પકડવા જતા 11 હજાર વોલ્ટના હાઇવોલ્ટેજ વાયરને હાથ અડકી ગયો હતો.

આ પણ વાંચો :AMCમાં વિરોધ પક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણ! આવતીકાલે સત્તાવાર જાહેરાત

આ ઘટના બાદ બાળક મોઢામાં અને નાકમાંથી લોહી આવતું હતું. 20 મિનિટ માટે બાળકના ધબકારા બંધ થઈ ગયા હતા અને બાળક કોમમાં જતું રહયુ હતું.

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, નડિયાદમાં બાળક મકાનનાં ધાબા ઉપર પતંગ ચગાવતો હતો અને આ દરમિયાન પતંગ કપાવાથી તેને પકડવા માટે દોડ્યો હતો. પરંતુ આ સમયે મકાનની બાજુના ભાગમાંથી 11,000 વોલ્ટનો હાઇવોલ્ટેજ વાયર પસાર થઈ રહ્યો હતો તેને તે અડી ગયો હતો અને આ અકસ્માત સર્જાયો હતો.

આ ઘટનામાં બાળકને કરંટ લાગતા ચોંટી ગયો અને છથી સાત ફૂટ ઊંચો હવામાં ફંગોળાયો હતો અને બાળકનાં ધબકારા પણ બંધ થઈ ગયા હતાં. જો કે ત્યારબાદ આ બાળકને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું અને ત્યાં ડોકટર દ્વારા પમ્પિંગ કરવામાં આવ્યું હતું, જ્યાં 11 દિવસની સારવાર બાદ બાળકને નવું જીવન આપવામાં તબીબોને સફળતા મળી છે.

આ પણ વાંચો :  વઢવાણીયા રાયતા મરચાની સોડમ વિદેશ સુધી પ્રસરી વર્ષ 3000 મણથી વધુ નુ વેચાણ. 18 લાખ થી વધુ આવક..

ડો. હાર્દિક સોલંકીએ જણાવ્યું કે અમારી ટીમ નડિયાદ બાળકને લેવા પહોંચી ત્યારે રસ્તામાં જ બાળકને પમપિંગ કરીને લાવવામાં આવી રહ્યા હતા. 20 મિનિટ માટે તેનાં ધબકારા બંધ થઈ ગયા હતા. બાળકનું હૃદય માત્ર 5 થી 10 ટકા જ પંપીંગ કરતુ હતુ. ફેફસા અત્યંત નાજુક થઈ ગયા હતા અને ફેફસામાંથી સતત લોહી આવી રહ્યું હતું. મગજ ઉપર ખુબ જ સોજો આવી ગયો હતો. બાળકને સતત ખેંચો આવી રહી હતી. હાઇવોલ્ટેજ કરંટને કારણે બાળકના સ્નાયુઓ તૂટવા લાગ્યા હતા. કિડની અને લીવર જેવા મહત્વના અંગોને પણ ઘણું નુકસાન થયું હતું.

આ પણ વાંચો : રાજયમાં આજથી ર0મી સુધી પતંગ દોરાથી ઘાયલ પક્ષીઓને બચાવવા કરૂણા અભિયાન શરૂ

આવા બાળકોના કેસ જવલ્લેજ જ જોવા મળે છે અને તેમાંથી મોટાભાગના બાળકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામે છે અને જો કોઈ બાળક કદાચ બચી જાય તો મોટાભાગે શારીરિક કે માનસિક ખોડખાંપણ રહી જતી હોય છે. પરંતુ આ બાળક સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેના બધા જ અંગો નોર્મલ પરિસ્થિતિમાં છે. ઉત્તરાયણ આવે એટલે બાળકોનું વાલીઓ ખાસ ધ્યાન રાખે એ ખૂબ જરૂરી છે, ધાબા પર આસપાસમાં ઇલેક્ટ્રીક વાયરો પસાર થતા હોય તો ખાસ ધ્યાન રાખે. ધાબાની દીવાલ પાસે બાળકોને જતા રોકવામાં આવે એ જરૂરી છે. છતાંય આવી કોઈ પરિસ્થિતિ સર્જાય તો બાળકને યોગ્ય સમયે તાત્કાલિક સારવાર મળે એ ખૂબ જરૂરી હોય છે.

આ પણ વાંચો :અમદાવાદમાં આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટીને ફરાર થયેલા 3 આરોપી પોલીસના સંકજામાં

આ પણ વાંચો :  રાજ્યમાં કોરોના સાથે ઠંડીનો વધ્યો પ્રકોપ, જાણો ક્યા કેટલુ છે તાપમાન