Not Set/ ભારતીય ક્રિકેટમાં કોરોનાએ કરી એન્ટ્રી, હવે આ ખેલાડી થયો કોરોના સંક્રમિત

છેલ્લા ઘણા દિવસથી કોઇને કોઇ ખેલાડી કોરોનાથી સંક્રમિત થયા હોવાનુ સામે આવી રહ્યુ છે, ત્યારે હવે ભારતયી ક્રિકેટ ટીમનાં ખેલાડી પણ આ વખતે આ વાયરસની ઝપટમાં આવી ગયા છે. 

Top Stories Sports
સુંદર પોઝિટિવ
  • ભારતીય ખેલાડી વોશિંગ્ટન સુંદરને કોરોના
  • ટીમ ઇન્ડિયાની વન-ડે ટીમમાં હતો સામેલ
  • ટીમ સાઉથ આફ્રિકા પહોંચે તે પહેલા ઝટકો
  • બુધવારે વન-ડે ટીમ જઇ રહી છે સા. આફ્રિકા

દેશમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસે હવે ક્રિકેટ જગતને પણ ઝપટમાં લેવાનું શરૂ કરી દીધુ છે. જી હા, છેલ્લા ઘણા દિવસથી કોઇને કોઇ ખેલાડી કોરોનાથી સંક્રમિત થયા હોવાનુ સામે આવી રહ્યુ છે, ત્યારે હવે ભારતયી ક્રિકેટ ટીમનાં ખેલાડી પણ આ વખતે આ વાયરસની ઝપટમાં આવી ગયા છે.

આ પણ વાંચો – Retirement / IPL ઈતિહાસનાં અત્યાર સુધીનાં સૌથી મોંઘા વિદેશી ખેલાડીએ સન્યાસ લેવાની કરી જાહેરાત

ભારતીય ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેના કારણે તે દક્ષિણ આફ્રિકા સામે 19 જાન્યુઆરીથી શરૂ થનારી ત્રણ મેચની ODI સીરીઝમાંથી બહાર થઈ શકે છે. 22 વર્ષીય સુંદર ભારતીય ODI ટીમનાં અન્ય ખેલાડીઓ સાથે બુધવારે (12 જાન્યુઆરી) દક્ષિણ આફ્રિકા જવાનો હતો. પરંતુ હવે તેને આ ટૂર પર જવું મુશ્કેલ થઈ રહ્યું છે. જો કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ સુંદર વિશે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. કોવિડ-19 પોઝિટિવ હોવા અંગેનાં પ્રશ્ન પર સુંદરે ક્રિકબઝને કહ્યું, “મારે કહેવા માટે કંઈ નથી, હું ટૂંક સમયમાં તમારો સંપર્ક કરીશ.” જણાવી દઈએ કે હાલમાં ભારતીય ODI ટીમનાં ખેલાડીઓ મુંબઈની એક હોટલમાં છે, જ્યાંથી ટીમ બુધવારે દક્ષિણ આફ્રિકા જવા રવાના થશે. સુંદર લાંબા સમય બાદ ભારતીય ટીમમાં પરત ફર્યો હતો. ઈંગ્લેન્ડ પ્રવાસ પર પ્રેક્ટિસ મેચ દરમિયાન ઈજાનાં કારણે તે લગભગ 6 મહિનાથી ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો હતો. આ કારણે તે UAEમાં રમાયેલા IPL 2021 અને T20 વર્લ્ડકપનાં બીજા તબક્કામાંથી પણ બહાર થઈ ગયો હતો.