Not Set/ રાજ્યમાં ઓરી-Rubella અભિયાનને વધુ 10 દિવસ લંબાવાયું

અમદાવાદ: રાજ્યના આરોગ્ય મંત્રાલય દ્વારા વિશેષ ઓરી-રૂબેલા (Rubella) રસીકરણ અભિયાન છેડવામાં આવ્યું છે. આ ઓરી-રૂબેલાની રસીકરણની કામગીરી શહેરી વિસ્તારોમાં અત્યંત કંગાળ છે. આ કંગાળ કામગીરીને ધ્યાનમાં લઈને વધુને વધુ વિદ્યાર્થીઓ અને બાળકોને રસીકરણ થાય તે હેતુસર 10 સપ્ટેમ્બર સુધી અભિયાનને લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું બિનસત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળે છે. રાજ્યમાં Rubella રસીકરણમાં 15 ઓગસ્ટ […]

Ahmedabad Top Stories Gujarat Rajkot Surat Vadodara Health & Fitness Others Trending
State's Ori-Rubella campaign was extended for another 10 days

અમદાવાદ: રાજ્યના આરોગ્ય મંત્રાલય દ્વારા વિશેષ ઓરી-રૂબેલા (Rubella) રસીકરણ અભિયાન છેડવામાં આવ્યું છે. આ ઓરી-રૂબેલાની રસીકરણની કામગીરી શહેરી વિસ્તારોમાં અત્યંત કંગાળ છે. આ કંગાળ કામગીરીને ધ્યાનમાં લઈને વધુને વધુ વિદ્યાર્થીઓ અને બાળકોને રસીકરણ થાય તે હેતુસર 10 સપ્ટેમ્બર સુધી અભિયાનને લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું બિનસત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળે છે.

રાજ્યમાં Rubella રસીકરણમાં 15 ઓગસ્ટ સુધીમાં 63 ટકા કામગીરી જોવા મળી છે. જેમાં ગાંધીનગર મ.ન.પા. 28 ટકા, અમદાવાદ-36 ટકા તો રાજકોટ કોર્પોરેશનની 72 ટકા, જામનગર 61 ટકા, ભાવનગર મનપા 51 ટકા, જૂનાગઢ 55 ટકા વડોદરા 48 ટકા કામગીરી થવા પામી છે.

રાજ્યમાં સૌથી વધુ શિક્ષણનું સ્તર ઉચું છે. તેવા ગાંધીનગર મનપા વિસ્તારમાં માત્ર 28 ટકા કામગીરી થવા પામી છે જેને ધ્યાનમાં રાખીને આરોગ્યમંત્રી નીતિન પટેલે આરોગ્ય કમિશનર જયંતી રવિ સાથે બેંઠક હતી જેમાં આ રસીકરણની કામગીરી 100 ટકા સિધ્ધિ માટે લંબાવવાની જરૂરિયાત છે. આથી સમગ્ર અભિયાન 30 ઓગસ્ટે પૂર્ણ થનાર હતું તેના બદલે 10 સપ્ટેમ્બરે પૂર્ણ થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં શરુ કરાયેલા ઓરી-રૂબેલા રસીકરણ અભિયાનના પ્રારંભમાં જ રાજ્યભરમાં આ રસીની આડઅસર થતી હોવાના મામલે ભારે હોબાળો મળ્યો હતો. જેના કારણે રાજ્ય સરકારની આ રસીકરણ ઝુંબેશની કામગીરી મંદ પડી ગઈ હતી.

આ રસીકરણ ઝુંબેશમાં રાજ્યના અનેક વિસ્તારમાં રસીકરણ કરાવ્યા પછી બાળકોને આડઅસર થતી હોવાની વિગતો સામે આવી હતી. જેમાં કેટલાક સ્થળોએ એકાદ બે બાળકોના મોત નીપજયાની વિગતો સામે આવી હતી. જો કે રાજ્ય સરકાર સરકાર દ્વારા એવો પણ ખુલાસો કરવામાં આવ્યો હતો કે, આ રસીથી કોઈ આડઅસર થતી નથી, એટલું જ નહી આ રસી મૂકાવવાથી કોઈનું મૃત્યુ પણ નથી થતું.