Arrested/ જામનગરમાં NCBએ 10 કિલો MD ડ્રગ્સ સાથે એકની કરી ધરપકડ

ગુજરાત પોલીસ સહિત અનેક એજન્શીઓ પણ રાજ્યના અલગ-અલગ જિલ્લાઓ અને દરિયામાંથી ડ્રગ પકડીને મોટી કાર્યવાહી કરી રહી છે.

Top Stories Gujarat
5 6 જામનગરમાં NCBએ 10 કિલો MD ડ્રગ્સ સાથે એકની કરી ધરપકડ

ગુજરાત પોલીસ સહિત અનેક એજન્શીઓ પણ રાજ્યના અલગ-અલગ જિલ્લાઓ અને દરિયામાંથી ડ્રગ પકડીને મોટી કાર્યવાહી કરી રહી છે. તેવામાં એનસીબી અને નેવી દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ગુજરાતના જામનગરમાંથી 10 કિલો એમડી સાથે એક  આરોપીની ધરપકડ કરી લીધી છે.

ઉલ્લેખનીય છે કે  આ ડ્રગ આરોપીએ  મુંબઈથી મંગાવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. જેને લઈને એનસીબી એ મુંબઈ સહિત દેશભરમાં અલગ-અલગ જગ્યાએ દરોડાની કાર્યવાહી શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે NCB ની હાલ પણ કાર્યવાહી શરૂ છે અને રાત સુધીમાં અન્ય ડ્રગ પેડલરો સહિત અન્ય ડ્રગ પણ કબ્જે થઈ શકે છે. આ કાર્યવાહીને લઈ આ ડ્રગ માફિયાઓની ચેઈન ક્યાં સુધી ફેલાયેલી છે તે જાણવા માટે પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે  પણ ગુજરાત એટીએસ દ્વારા પણ વડોદરામાંથી કરોડો રૂપિયા નું એમડી ડ્રગ કબ્જે કરવામાં આવ્યું હતું અને ડ્રગ બનાવતી ફેક્ટરી ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ તો એક આરોપીને પકડીને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તે આધારે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.