Not Set/ અમદાવાદમાં મહિલા Dy.S.P. ના ઘરમાં ચોરી, તસ્કરો 15 લાખની મત્તા ઉઠાવી ગયા

અમદાવાદ: અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં રહેતા અને જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ કોલેજના ડેપ્યુટી પોલીસ સુપ્રિટેન્ડેન્ટ (Dy.S.P.) તરીકે ફરજ બજાવતા ચેતના ચૌધરીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો આ મહિલા Dy.S.P. નાં મકાનમાંથી સોનાં ચાંદીના ઘરેણા, રોકડ રકમ સહીત રૂપિયા 15 લાખની મત્તા ઉસેડી ગયા હતા. જૂનાગઢ ખાતે આવેલી પોલીસ ટ્રેનિંગ સ્કૂલમાં ડિવાયએસપી તરીકે ફરજ બજાવતા […]

Ahmedabad Top Stories Gujarat Others Trending
Theft of Rs.15 lacs in the house of Women Dy.S.P. at Ahmedabad

અમદાવાદ: અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં રહેતા અને જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ કોલેજના ડેપ્યુટી પોલીસ સુપ્રિટેન્ડેન્ટ (Dy.S.P.) તરીકે ફરજ બજાવતા ચેતના ચૌધરીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો આ મહિલા Dy.S.P. નાં મકાનમાંથી સોનાં ચાંદીના ઘરેણા, રોકડ રકમ સહીત રૂપિયા 15 લાખની મત્તા ઉસેડી ગયા હતા.

જૂનાગઢ ખાતે આવેલી પોલીસ ટ્રેનિંગ સ્કૂલમાં ડિવાયએસપી તરીકે ફરજ બજાવતા ચેતના ચૌધરીનું મકાન અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં આવેલ ભગીરથ બંગલોમાં આવેલું છે. આ મહિલા પોલીસ અધિકારી હાલમાં જૂનાગઢ ખાતે ફરજ બજાવતા હોવાથી અમદાવાદના નારોલ સ્થિત તેમનું મકાન બંધ હતું. તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.

તસ્કરોએ તેમના બંધ મકાનનો દરવાજો તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા. તસ્કરોએ ઘરમાં તિજોરીનું લોક તોડીને તેમાં રાખેલા સોનાચાંદીના દાગીના, રોકડ રકમ સહિતની ચીજ વસ્તુઓ મળીને કુલ રૂપિયા 15 લાખની મત્તાની ચોરી કરી લઇ ગયા હતા. આ ઘટના અંગે મહિલા પોલીસ અધિકારીને જાણ થતાં તેમણે અમદાવાદ આવીને નારોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચેતના ચૌધરી ગુજરાત પોલીસ દળમાં વર્ષ ૨૦૦૨માં પીએસઆઈ તરીકે ભરતી થયા હતા અને હાલમાં તેઓ જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ સ્કૂલમાં ડિવાયએસપી તરીકે ફરજ બજાવે છે. આ દરમિયાન અમદાવાદ શહેર અને વડોદરા શહેરના મહિલા પોલીસ મથકમાં પીઆઈ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. થોડા સમય અગાઉ જ તેમને ડિવાયએસપી તરીકે પ્રમોશન મળ્યું હતું અને તેમની બદલી જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ સ્કૂલમાં થઈ હતી. જેના અંતર્ગત તેઓ હાલમાં જૂનાગઢ ખાતે ફરજ બજાવી રહ્યા છે.