Not Set/ કર્ણાટકમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની, મંત્રીએ રાજીનામુ આપી ટેકો પાછો ખેંચ્યો

કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની ગઠબંધન સરકાર અંતિમ શ્વાસ લઇ રહી છે. કર્ણાટકમાં 13 જેટલાં ધારાસભ્યોએ રાજીનામા આપ્યા બાદ હવે તેમના મંત્રી અને અપક્ષ ધારાસભ્ય એચ નાગેશે પણ મંત્રી પદ પરથી રાજીનામુ આપીને સરકારને આપેલો ટેકો પાછો ખેંચ્યો છે. Bengaluru: Karnataka Independent MLA Nagesh (in white shirt) who has resigned as a minister, boards a special flight for Mumbai […]

Top Stories India
Karnataka mla કર્ણાટકમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની, મંત્રીએ રાજીનામુ આપી ટેકો પાછો ખેંચ્યો

કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની ગઠબંધન સરકાર અંતિમ શ્વાસ લઇ રહી છે. કર્ણાટકમાં 13 જેટલાં ધારાસભ્યોએ રાજીનામા આપ્યા બાદ હવે તેમના મંત્રી અને અપક્ષ ધારાસભ્ય એચ નાગેશે પણ મંત્રી પદ પરથી રાજીનામુ આપીને સરકારને આપેલો ટેકો પાછો ખેંચ્યો છે.

કર્ણાટકમાં રાજકીય સંકટ ઘેરાતા ડેપ્યુટી સીએમ જી પરેમેશ્વરએ બળવાખોર ધારાસભ્યોની મીટીંગ બોલાવી હતી અને તેમને સરકારમાં સ્થાન આપવા માટે આશ્વાસન આપ્યું હોવાનું જાણવા મળેલ છે. જી પરમેશ્વરએ એમ પણ કહ્યું હતું કે બળવાખોર ધારાસભ્યોને સ્થાન આપવા કોંગ્રેસનાં મંત્રીઓ રાજીનામુ આપશે. કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસ અને જેડીએસનાં કુલ 105 ધારાસભ્યો છે, જ્યારે ભાજપનાં 106 ધારાસભ્યો છે. રાજીનામુ આપનાર મંત્રી એચ નાગેશે ભાજપને ટેકો આપવાની જાહેરાત કરી છે.

કુમારસ્વામી સરકારનાં જે ધારાસભ્યોએ રાજીનામુ આપ્યું છે તેનો સ્વીકાર હજુ સ્પીકર રમેશ કુમાર દ્રારા થયો નથી. રમેશ કુમાર લગ્નપ્રસંગે બહાર છે અને તે મંગળવારે તેમની ઓફિસમાં આવશે તે પછી સરકાર બનાવવા અંગેનું ચિત્ર વધુ સ્પષ્ટ બનશે. ભાજપ પણ હજુ ચિત્ર વધુ સ્પષ્ટ થાય તેની રાહ જોઇ રહી છે. ભાજપના સુત્રો કહે છે કે અમે મંગળવાર પછી સરકાર બનાવવાનાં દાવા પર નિર્ણય કરીશું. આ દરમિયાન રાજીનામુ આપનાર કોંગ્રેસનાં 8 અને જેડીએસનાં 3 ધારાસભ્યો મુંબઇ પહોંચ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.