પક્ષ પલટો/ મેઘાલયમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ CM સહિત 12 ધારાસભ્યો TMCમાં જોડાયા

મેઘાલયના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના નેતા મુકુલ સંગમાએ બુધવારે 12 અન્ય ધારાસભ્યો સાથે TMCમાં જોડાયા હોવાના અહેવાલ

Top Stories India
MEGHALAY મેઘાલયમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ CM સહિત 12 ધારાસભ્યો TMCમાં જોડાયા

દેશમાં મમતા બેનર્જીનો દબદબો વધી રહ્યો છે હાલ નરેન્દ્ર મોદી સામે ચહેરા તરીકે મમતા દીદી પોતાને પ્રસ્થાપિત કરવા માટે કામે લાગી છે દિલ્હીમાં અત્યારે દીદી અનેક નેતાઓને મળ્યા હતા ને અનેક દિગ્ગજ નેતાઓને tmcમાં સામેલ કરાવ્યા હતા અને હાલ અનેક રાજ્કીય નેતાઓ tmcમાં સામેલ થઇ રહ્યા છે , મેઘાલયમાં પણ TMCની રાજ્કીય સર્જિકલ સ્ટ્રાઇક કરી છે, કોંગ્રેસના નેતા અને પૂર્વ CM TMC પાર્ટીમાં જોડાયા હતાં.

મેઘાલયના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા મુકુલ સંગમાએ બુધવારે 12 અન્ય ધારાસભ્યો સાથે તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં જોડાવા માટે જૂની પાર્ટી છોડી દીધી હોવાના અહેવાલ છે. રિપબ્લિક ટીવીને જાણવા મળ્યું છે કે સંગમાએ 12 ધારાસભ્યો સાથે મેઘાલય વિધાનસભાના અધ્યક્ષને પત્ર લખીને કહ્યું છે કે તેઓ અન્ય જૂથ બનાવી રહ્યા છે અને TMCને સમર્થન આપી રહ્યા છે.

મેઘાલયમાં તૃણમુલ કોંગ્રેસ મુખ્ય વિપક્ષી પાર્ટી છે હાલમાં અનેક નેતાઓ પક્ષ પલટું કરી રહ્યા છે. આ સાથે ધારાસભ્યો પર પક્ષાંતરનો કાયદો લાગુ નહી પડે. હાલ મમતા બેનર્જીને વિપક્ષના ચહેરા તરીકે રાજ્કીય નેતાઓ જોઇ રહ્યા છે. જેના લીધે ઘણાબધા રાજકીય નેતાઓ પાર્ટીમાં સામેલ થઇ રહ્યા છે. હવે ટીએમસી પાર્ટી બંગાળ પુરતી સીમિત નથી હવે તે જુદાં જુદાં રાજ્યોમાં ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી છે. ગોવાની આગામી વિધાનસભાની તમામ બેઠક પરથી ટીએમસી લડશે.