Not Set/ દક્ષિણ આફ્રિકાનો ઝડપી બોલર Lungi Ngidi કોરોના પોઝિટિવ, નેધરલેન્ડ વિરુદ્ધ સીરીઝથી કરાયો બહાર

ઝડપી બોલર લુંગી એનગિડીનો કોરોના ટેસ્ટ કર્યા બાદ તે પોઝિટિવ હોવાનુ સામે આવ્યુ છે. ત્યારબાદ તેને નેધરલેન્ડ્સ સામેની ત્રણ મેચની ODI સીરીઝ માટે દક્ષિણ આફ્રિકાની ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.

Sports
લુંગી એનગિડી કોરોના પોઝિટિવ

દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચે 26 નવેમ્બરથી શરૂ થનારી ત્રણ મેચની વન-ડે ઈન્ટરનેશનલ (ODI) સીરીઝ પહેલા એક ખેલાડી કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યુ છે. દક્ષિણ આફ્રિકાનો ઝડપી બોલર લુંગી એનગિડી કોરોન પોઝિટિવ હોવાનુ સામે આવ્યુ છે, જે બાદ તેનું નામ આ સીરીઝમાંથી પરત લેવામાં આવ્યુ છે.

લુંગી એનગિડી કોરોના પોઝિટિવ

આ પણ વાંચો – Cricket / T20 Ranking માં ભારતનો એક માત્ર બેટ્સમેન ટોપ 10 માં, વિરાટ-રોહિત આઉટ

ઝડપી બોલર લુંગી એનગિડીનો કોરોના ટેસ્ટ કર્યા બાદ તે પોઝિટિવ હોવાનુ સામે આવ્યુ છે. ત્યારબાદ તેને નેધરલેન્ડ્સ સામેની ત્રણ મેચની ODI સીરીઝ માટે દક્ષિણ આફ્રિકાની ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. ક્રિકેટ સાઉથ આફ્રિકા તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સાથી બોલર લિઝાડ વિલિયમ્સ પણ પાંસળીમાં દુખાવો થવાના કારણે ટીમમાંથી બહાર છે અને જુનિયર ડાલાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. Ngidi તાજેતરમાં પૂર્ણ થયેલ ICC મેન્સ T20 વર્લ્ડકપ 2021 માટે દક્ષિણ આફ્રિકાની ટીમનો ભાગ હતો, પરંતુ તેણે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સામેની પ્રેક્ટિસ મેચો સિવાય કોઈ રમત રમી ન હોતી.

31 વર્ષીય જુનિયર ડાલાને Ngidi નાં સ્થાને લેવામાં આવ્યો છે. સુકાની ટેમ્બા બાવુમા સહિત આ મહિનાની શરૂઆતમાં T20 વર્લ્ડકપમાં સામેલ છ પ્રથમ પસંદગીનાં ખેલાડીઓને આરામ આપ્યા બાદ દક્ષિણ આફ્રિકા ડચ સામેની તેમની પ્રથમ વનડે સીરીઝ માટે પહેલાથી જ નબળુ પડી ગયું છે. ખાયા ઝોન્ડો, ડેરિન ડુપાવિલોન અને સિસાંડા મગાલાને શ્રીલંકા સીરીઝમાંથી બહાર કર્યા બાદ પરત બોલાવવામાં આવ્યા છે.

લુંગી એનગિડી કોરોના પોઝિટિવ

આ પણ વાંચો – Cricket / આ રેકોર્ડને 137 વર્ષથી કોઇ ખેલાડી નથી તોડી શક્યું, જાણો તેના વિશે

દક્ષિણ આફ્રિકાએ પહેલાથી જ પ્રથમ પસંદગીનાં ખેલાડીઓ એડન માર્કરામ, ક્વિન્ટન ડી કોક, રાસી વાન ડેર ડુસેન, કાગીસો રબાડા અને એનરિક નોર્ટજેને ત્રણ મેચની સીરીઝ માટે આરામ આપ્યો છે, જે ICC ODI વર્લ્ડકપ સુપર લીગનો એક ભાગ છે, જ્યાં નેધરલેન્ડ્સને સૌથી તળિયે રાખવામાં આવેલ છે, જ્યારે પ્રોટીઝ નવમાં ક્રમે છે. ટીમનું નેતૃત્વ કેશવ મહારાજ કરી રહ્યા છે. પ્રથમ ODI શુક્રવારે સેન્ચુરિયન ખાતે રમાશે, ત્યારબાદ રવિવાર અને 1 ડિસેમ્બરે મેચ રમાશે.