Not Set/ U-19 વર્લ્ડકપની હાર પાકિસ્તાન ના પચાવી શક્યું એવું આપ્યું નિવેદન કે તમે હસી પડશો

ઈસ્લામાબાદ, બોર્ડર પર વારંવાર પોતાની નાપાક હરકત કરનાર પાકિસ્તાન હવે ક્રિકેટ મેદાન પર પણ કંઈક અજીબોગરીબ નિવેદન કરવા લાગ્યુ છે. થોડા દિવસ અગાઉ અંડર-૧૯ વર્લ્ડકપની સેમીફાઈનલમાં ભારત તરફથી ૨૦૩ રનના અંતરથી હારનો સામનો કરનાર પાકિસ્તાન જુનિયર ટીમના મેનેજર નદીમ ખાને હવે પાકિસ્તાન પહોંચીને નિવેદન આપ્યુ છે. નદીમ ખાને જણાવ્યુ કે, જે રીતે તેમની ટીમ હારી, […]

Sports
india beat pak cup under 19 world 8df5aef4 09bd 11e8 8132 ce8c29606b52 U-19 વર્લ્ડકપની હાર પાકિસ્તાન ના પચાવી શક્યું એવું આપ્યું નિવેદન કે તમે હસી પડશો

ઈસ્લામાબાદ,

બોર્ડર પર વારંવાર પોતાની નાપાક હરકત કરનાર પાકિસ્તાન હવે ક્રિકેટ મેદાન પર પણ કંઈક અજીબોગરીબ નિવેદન કરવા લાગ્યુ છે. થોડા દિવસ અગાઉ અંડર-૧૯ વર્લ્ડકપની સેમીફાઈનલમાં ભારત તરફથી ૨૦૩ રનના અંતરથી હારનો સામનો કરનાર પાકિસ્તાન જુનિયર ટીમના મેનેજર નદીમ ખાને હવે પાકિસ્તાન પહોંચીને નિવેદન આપ્યુ છે. નદીમ ખાને જણાવ્યુ કે, જે રીતે તેમની ટીમ હારી, તેને જાઈને લાગી રહ્યુ છે કે અમારી ટીમ પર કોઈએ બ્લેકમેજિક કરી દીધુ હતું.

ભારતથી ખૂબ ખરાબ રીતે હાર્યા બાદ નદીમ ખાને જણાવ્યુ કે, અમને વિશ્વાસ હતો કે સેમીફાઈનલમાં ટક્કર મુકાબલો થશે, પરંતુ અમારી બેટીંગ લાઈન ૬૯ રન પર જ પેવેલિયન ભેગી થઈ ગઈ. ટીમની આ પડતીથી ખૂબ જ આશ્ચર્ય થાય છે કે ક્યાંક ટીમ પર કોઈએ બ્લેકમેજિક તો નહતુ કર્યુને.

પાક મેનેજરે જણાવ્યુ કે, એવુ લાગે છે કે જાણે અમારા બેટ્‌સમેનોને એ આઈડીયા નહતો કે મેદાન પર શું થઈ રહ્યુ હતુ અને સ્થિતિ અને દબાવમાં હોય તેવો અનુભવ કરતા હતા. મહત્વનું છે કે, નદીમ ખાન વર્ષ ૧૯૯૯માં ભારત પ્રવાસવાળી પાકિસ્તાની ટેસ્ટ ટીમના સભ્ય હતા.

ત્યારે અંડર-૧૯માં નદીમે પાકિસ્તાનની કરારી હાર બાદ કોચ રાહુલ દ્રવિડને પાકિસ્તાની ડ્રેસિંગ રુમ આવી ખેલાડીઓને સાંત્વના આપવા પર પાક કોચે ભારતીય લીજેન્ડની પ્રંશંસા કરી. નદીમે જણાવ્યુ કે, રાહુલ દ્રવિડનો આ અંદાજ ખૂબ જ શાનદાર હતો અને તેમનુ આ વલણ અમારી નજરોમાં તેમના માનની પુષ્ટી કરે છે.