Not Set/ પ્રેમ રતન ધન પાયોના ડાયરેક્ટર સૂરજ બડજાત્યા ફરી એકવાર સલમાન ખાન સાથે કરશે કામ

રાજશ્રી પ્રોડક્શનના સૂરજ બડજાત્યા ફરી એકવાર નવી ફિલ્મ લઈને દર્શકો સમક્ષ આવી રહ્યા છે. ફિલ્મ પ્રેમ રતન ધન પાયો બાદ તેઓ ટીવી માટે કેટલાક વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમો તૈયાર કરવામાં વ્યસ્ત હતા. ત્યારે હવે તે ફરી એકવાર દર્શકો સમક્ષ એક સામાજિક-પારીવારીક ફિલ્મ લઈને આવવાની તૈયારી કરી રહ્યા છે. ફિલ્મ પ્રેમ રતન ધન પાયોમાં અભિનેતા સલમાન ખાન મુખ્ય […]

Entertainment

રાજશ્રી પ્રોડક્શનના સૂરજ બડજાત્યા ફરી એકવાર નવી ફિલ્મ લઈને દર્શકો સમક્ષ આવી રહ્યા છે. ફિલ્મ પ્રેમ રતન ધન પાયો બાદ તેઓ ટીવી માટે કેટલાક વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમો તૈયાર કરવામાં વ્યસ્ત હતા. ત્યારે હવે તે ફરી એકવાર દર્શકો સમક્ષ એક સામાજિક-પારીવારીક ફિલ્મ લઈને આવવાની તૈયારી કરી રહ્યા છે.

ફિલ્મ પ્રેમ રતન ધન પાયોમાં અભિનેતા સલમાન ખાન મુખ્ય રોલમાં નજરે પડ્યો હતો, જે ડબલ રોલમાં હતો. સલમાન ઉપરાંત સોનમ કપુર, નીલ નીતિન મુકેશ અને અનુપમ ખેર પણ મહત્વની ભૂમિકામાં હતા. ફિલ્મમાં સ્વરા ભાસ્કરે પણ પોતાના અભિનયથી તમામનુ દિલ જીતી લીધુ હતું.

આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ૨૦૦ કરોડનો કારોબાર કર્યો હતો. ડાયરેક્ટર તરીકે સૂરજની આ છઠ્ઠી ફિલ્મ હતી. હવે સૂરજ બડજાત્યા ફરી ફિલ્મ બનાવવાની તૈયારીમાં લાગી ગયા છે. સુત્રોના જણાવ્યા મુજબ, સૂરજ પાસે એક સારી સ્ક્રિપ્ટ છે. તેમજ આ ફિલ્મમાં પણ સલમાનને લેવામાં આવે તેવી શક્યતા છે.