Not Set/ 21 લાખની છેતરપીંડી કરવાના આરોપ પર હ્રત્વીક રોશને કર્યો આ ખુલાસો

મુંબઇ બોલીવુડ હાર્ટથ્રોબ હ્રત્વીક રોશને રૂ. 21 લાખની છેતરપિંડી કેસ મામલે સફાઈ આપતા જણાવ્યું હતું કે, તેના સામે કેસ કરનાર વ્યાપારી સાથે તેમને કોઈ સંબંધ નથી કે ના તો તેમની બ્રાન્ડ HRX થી તેને કોઈ સંબંધ છે. HRXના ટ્વિટર હેન્ડલમાં જણાવાયું છે કે એચઆરએક્સે તેની બ્રાન્ડ ગ્લોબલ ફ્રેગરન્સના પ્રોડક્ટ્સના વેચાણ માટે લાઇસન્સ આપ્યું હતું, જે પાછળથી રદ કરવામાં […]

Trending Entertainment
qqqqq 21 લાખની છેતરપીંડી કરવાના આરોપ પર હ્રત્વીક રોશને કર્યો આ ખુલાસો

મુંબઇ

બોલીવુડ હાર્ટથ્રોબ હ્રત્વીક રોશને રૂ. 21 લાખની છેતરપિંડી કેસ મામલે સફાઈ આપતા જણાવ્યું હતું કે, તેના સામે કેસ કરનાર વ્યાપારી સાથે તેમને કોઈ સંબંધ નથી કે ના તો તેમની બ્રાન્ડ HRX થી તેને કોઈ સંબંધ છે.

HRXના ટ્વિટર હેન્ડલમાં જણાવાયું છે કે એચઆરએક્સે તેની બ્રાન્ડ ગ્લોબલ ફ્રેગરન્સના પ્રોડક્ટ્સના વેચાણ માટે લાઇસન્સ આપ્યું હતું, જે પાછળથી રદ કરવામાં આવ્યું હતું. આ લાઇસન્સ રદ થયાં પછી હૃતિક રોશન અથવા એચઆરએક્સ બ્રાન્ડ હવે જવાબદાર નથી.

આપને જણાવી દઈએ કે, હૃતિક રોશન અને 8 અન્ય લોકોના સામે ચેન્નઈમાં છેતરપિંડીનો એક કેસ દાખલ કરવામાં આવ્યો છે. ચેન્નઈના કોડુનગાયુર જિલ્લાના એક વેપારી આર.મુરલીધરનને આ ફરીયાદ નોંધાવી છે.  મુરલીધરનનો આરોપ છે કે, હૃતિક રોશનની કંપની HRX તેમની સાથે છેતરપિંડી કરી છે.

મુરલીધરને તેની ફરિયાદમાં લખાવ્યું હતું કે ગુડગાવ સ્થિત એક કંપનીએ તેને હૃતિક રોશનની કંપની HRXના હેઠળ સામાન વેચવા માટે કહ્યું પરંતુ આ ડીલમાં તેમની સાથે 21 લાખ રૂપિયાની છેતરપિંડી થઇ છે.