Not Set/ એસસી/એસટી એક્ટના વિરોધ માં સડક પર ઉતર્યા સવર્ણો, સડકો જામ, પથ્થરમારો

દલિત કાયદાના (એસસી/એસટી એક્ટ) વિરોધમાં બિહારના કેટલાક જિલ્લાઓમાં સવર્ણોના વિરોધ પ્રદર્શનની ખબરો આવી છે. ગયા, બેગુસરાય, નાલંદા અને બાઢ જિલ્લાઓમાં લોકો સડકો પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ગયામાં સડકો પર જામ હટાવવા ગયેલી પોલીસ પર ઉગ્ર લોકોએ હુમલો કર્યો હતો. કેટલીક જગ્યાઓ પર પથ્થરમારો થવાની ઘટના પણ સામે છે. સવર્ણો સડક પર ઉતરીને દલિત કાયદાના […]

Top Stories India
એસસી/એસટી એક્ટના વિરોધ માં સડક પર ઉતર્યા સવર્ણો, સડકો જામ, પથ્થરમારો

દલિત કાયદાના (એસસી/એસટી એક્ટ) વિરોધમાં બિહારના કેટલાક જિલ્લાઓમાં સવર્ણોના વિરોધ પ્રદર્શનની ખબરો આવી છે. ગયા, બેગુસરાય, નાલંદા અને બાઢ જિલ્લાઓમાં લોકો સડકો પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

ગયામાં સડકો પર જામ હટાવવા ગયેલી પોલીસ પર ઉગ્ર લોકોએ હુમલો કર્યો હતો. કેટલીક જગ્યાઓ પર પથ્થરમારો થવાની ઘટના પણ સામે છે. સવર્ણો સડક પર ઉતરીને દલિત કાયદાના વિરોધમાં સરકાર વિરુદ્ધ નારેબાજી કરી રહ્યા છે.

WhatsApp Image 2017 12 25 at 6.56.06 PM e1535612902297 એસસી/એસટી એક્ટના વિરોધ માં સડક પર ઉતર્યા સવર્ણો, સડકો જામ, પથ્થરમારો

ગયામાં આ કાયદાના વિરોધમાં સવર્ણોએ માનપુરમાં બજાર બંધ કરાવ્યા હતા. અહીં, સડક જામ કરી રહેલા લોકો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી અને કેટલીક જગ્યાઓ પર લાઠીચાર્જની પણ સૂચના છે.

બેગુસરાયમાં લોકોએ કાલી સ્થાન ચોક, હેમરા ચોક અને મુફસીલ પોલીસ સ્ટેશન વિસ્તારના મોહનપુર-રાજૌરા સડકો પર જામ કર્યો છે. ગુસ્સે ભરાયેલા લોકો ટાયર સળગાવીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. લખીસરાયમાં પણ આરક્ષણ અને દલિત કાયદાના વિરોધમાં લોકોમાં નારાજગી છે.

supremecourt 2 e1535612974447 એસસી/એસટી એક્ટના વિરોધ માં સડક પર ઉતર્યા સવર્ણો, સડકો જામ, પથ્થરમારો

બેગુસરાયમાં ભૂમિહાર બ્રાહ્મણ એકતા મંચ તરફથી બિહાર બંધનું એલાન કરવામાં આવ્યું છે. જેની અસર જોવા મળી રહી છે. શહેરના કાલી સ્થાન ચોક, BP સ્કૂલ ચોક સહીત ઘણી જગ્યાઓ પર સડક જામ કરી પરિવહન ઠપ્પ કરી દીધું છે. વિરોધ કરી રહેલા લોકોએ આર્થિક આધાર પર આરક્ષણની માંગ ઉઠાવી છે. અહીં એનએચ 28 અને 31 પર કેટલીક જગ્યાઓ પર જામ છે.

વળી, નાલંદામાં દલિત કાયદાના વિરોધમાં સવર્ણોએ પ્રદર્શન કર્યું. એનએચ 31 સહીત ઘણી જગ્યાઓ પર બંધના કારણે જામ દેખાઈ રહ્યું છે. લોકોનું વિરોધ પ્રદર્શન ચાલુ છે.

બાઢમાં સવર્ણોએ સાબિર ચોક પર એનએચ 31 જામ કર્યો છે. લોકો આગ લગાવીને વિરોધ પ્રદર્શન તેજ કરી રહ્યા છે. અહીં સડકો પર બે કલાકથી ટ્રાફિક જામ છે.