unseasonal Rain in Gujarat/ સાબરકાંઠામાં કમોસમી વરસાદ, છોટાઉદેપુરમાં વીજળી પડતાં યુવતીનું મોત

સાબરકાંઠામાં મોડી રાત્રે કમોસમી વરસાદ થયો હતો. તેના લીધે ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું હતું. કમોસમી વરસાદમાં છોટા ઉદેપુરમાં વીજળી પડતાં એક યુવતીનું મોત થયું હતું.

Top Stories Gujarat Others
Beginners guide to 36 સાબરકાંઠામાં કમોસમી વરસાદ, છોટાઉદેપુરમાં વીજળી પડતાં યુવતીનું મોત

સાબરકાંઠાઃ સાબરકાંઠામાં મોડી રાત્રે કમોસમી વરસાદ થયો હતો. તેના લીધે ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

હવામાન વિભાગે મોટી આગાહી કરી છે કે ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બન્યું છે. તેના લીધે આગામી પાંચ દિવસ ગરમીથી આંશિક રાહત મળશે. આમ ગરમીથી રાહત તો મળશે પરંતુ ખેડૂતો માટે આ માઠા સમાચાર છે.

તેનું કારણ એ છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે સાબરકાંઠામાં તો વરસાદ પડી ગયો, પરંતુ હવે 13મીએ ભરૂચ, કચ્છ અને ગીરસોમનાથમાં પણ વરસાદની આગાહી છે. 14મી એપ્રિલે નર્મદા, છોટાઉદેપુર અને દાહોદમાં પણ વરસાદની આગાહી છે. આ જ દિવસે પાછો સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદ પડી શકે છે. તેની સાથે કચ્છ અને ગીરસોમનાથમાં પણ વરસાદ પડી શકે છે. તેના પછી 15મીએ પાછો સાબરકાંઠામાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. આ જ રીતે અરવલ્લી અને મહીસાગરમાં પણ વરસાદ પડી શકે છે. જ્યારે દાહોદમાં 15મીએ સામાન્ય વરસાદની શક્યતા છે.

કમોસમી વરસાદમાં છોટા ઉદેપુરમાં વીજળી પડતાં એક યુવતીનું મોત થયું હતું. મોટા રામપુરા ગામે વીજળી પડી હતી. વીજળી પડવાના લીધે નીતાબેન રાઠવા નામની યુવતીનું મોત થયું હતું. નીતાબેન રાઠવા ખેતરમાં ખેતરમાં બળદ લેવા જતા હતા ત્યારે તેમના પર વીજળી પડતા તેમનું મોત થયું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:એસ.ટી બસના ડ્રાઇવરે યુવતી પર આચર્યું દુષ્કર્મ, લગ્નની લાલચ આપી યુવતીને ફસાવી

આ પણ વાંચોઃ  Bhuj Accident/ભુજમાં પ્રાણઘાતક અકસ્માત, તૂફાન પુલ સાથે અથડાતા ત્રણના મોત

આ પણ વાંચોઃ Loksabha Election 2024/આજથી ગુજરાતની 26 બેઠકો માટે ઉમેદવારીપત્રો ભરાશે, ત્રીજા તબક્કા માટે નામાંકન શરૂ

આ પણ વાંચોઃ ગુજરાત/રિલાયન્સે ગીર રક્ષિત વિસ્તારમાં 1,534 ખૂલ્લા કૂવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધીને સિંહોની સુરક્ષા સુનિશ્ચિત કરી