કચ્છ/ સાક્ષી પરથી ફરી જતાં યુવક ઉપર જીવલેણ હુમલા સાથે મચાવી લૂંટ

કચ્છના આદિપુરમાં રાજવી ફાટક પાસે યુવાન પર તલવાર, ભાલા વડે બે શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. બાદમાં આ શખ્સોએ મહિલાની કેબિનમાં તોડફોડ કરી લૂંટ કરી હતી. 

Gujarat Others
રાજવી ફાટ સાક્ષી પરથી ફરી જતાં યુવક ઉપર જીવલેણ હુમલા સાથે મચાવી લૂંટ

કચ્છના આદિપુરના રાજવી ફાટક પાસે હુમલો કરી લૂંટ કરી હોવાની ધટના બની છે. સાક્ષી પરથી ફરી જવાના પૈસા માંગતા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં પ્રકાશ નામના યુવકે વિનોદ મૂલચંદાણી પર હુમલો કર્યો હતો. સાથે મહિલાની કેબિનમાં તોડફોડ કરી 4 થી 5 હજારની લૂંટ કરી છે. હાલ પોલીસે લૂંટ અને ધાડ અંગેની ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

  • કચ્છના આદિપુરમાં લૂંટ
  • હુમલો કરી કરવામાં આવી લૂંટ
  • સાક્ષી પરથી ફરી જવાનો મામલો
  • 4થી 5 હજારની લૂંટ
  • લૂંટ અને ધાડ અંગેની ફરીયાદ

કચ્છના આદિપુરમાં રાજવી ફાટક પાસે યુવાન પર તલવાર, ભાલા વડે બે શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. બાદમાં આ શખ્સોએ મહિલાની કેબિનમાં તોડફોડ કરી તેમાંથી રૂપિયા ચારથી પાંચ હજારની લૂંટ કરી હતી.  આ જ શખ્સોએ અહીં ઉભેલી એક કારમાં તોડફોડ કરી હતી પછી યુવાનના ઘરે જઈ ધાકધમકી કરી રૂા.25,000ની લૂંટ કરીને નાસી ગયા હતા.

આદિપુરના સિન્ધુનગર વોર્ડ-6 એમાં રહેનાર સભ્ય વિનોદ મૂલચંદાણી નામનો યુવાન આજે બપોરે રાજવી ફાટક પાસે હરેશ મોહનદાસની કેબિન પાસે ઉભો હતો ત્યારે બાઈક ઉપર પ્રકાશ ઉર્ફે પકાડો તલવાર લઈને આવ્યો હતો. તથા અજાણ્યો શખ્સ ભાલો લઈને આવ્યો હતો. આ શખ્સોએ ફરિયાદી યુવાન ઉપર હુમલો કર્યો હતો.જેમાં તેને ઈજાઓ થતાં તે જીવ બચાવવા દોડયો હતો ત્યારે આ શખ્સો તેની પાછળ દોડી આજે તો તને પૂરો જ કરી નાખવો છે તેમ કહેતા હતા.આ ફરિયાદી દોડીને પોતાના ઘરે પહોંચી ગયો હતો અને આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ કરવા ગયો હતો.

તેવામાં રાજવી ફાટક પાસે કેબિન ધરાવતા મંજુબેન તથા કાર નંબર જીજે-12-ઈઈ-8636નો ચાલક વિશ્વદિપ પુરાનિક ત્યાં પોલીસ મથકે આવ્યા હતા. આ લૂંટારૂઓએ યુવાન ઉપર હુમલો કર્યા બાદ કેબિનધારક મંજુબેનને ધાક, ધમકી કરી તેમની કેબિનમાં તોડફોડ કરી તેમાંથી રૂા. ચારથી પાંચ હજારની લૂંટ કરી હતી તથા ત્યાં ઉભેલ કારમાં તોડફોડ કરી હતી. આ ફરિયાદી પોલીસ મથકમાં જ હતો તેવામાં તેના માતા અને પત્નિ ત્યાં આવ્યા હતા.

રાજવી ફાટ સાક્ષી પરથી ફરી જતાં યુવક ઉપર જીવલેણ હુમલા સાથે મચાવી લૂંટ

તેમના ઘરમાં પાંચેક શખ્સો તલવાર, ભાલો, ધોકા, છરી જેવા હથિયારો લઈને ઘૂસી આવ્યા હોવાનું જણાવ્યું હતું.અને આ મહિલાઓને જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરમાં રહેલ પેટી પલંગમાંથી રૂા.25,000 લૂંટ કરીને નાસી ગયા હતા. પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, અગાઉ સંદિપ સહાનીની હત્યા થઈ હતી.

જેમાં આ ફરિયાદી સંજય મૂલચંદાણી આરોપી તરીકે છે અને આ બનાવમાં પ્રકાશ ઉર્ફે પકાડો મહેશ્વરી સાક્ષી તરીકે છે.આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે અને પ્રકાશ સાક્ષી તરીકે ફરી જવા માટે આ ફરિયાદી પાસેથી રૂપિયાની માંગણી કરતો હતો. પરંતુ ફરિયાદી રૂપિયા ન આપી કોર્ટમાં કેસ ચાલુ છે.જે હુકમ આવશે તે તેને માન્ય રહેશે તેવું જણાવતો હતો. આ વાતનું મન દુ:ખ રાખી આજે આ જીવલેણ હુમલો કરી લૂંટ કરાઈ હતી. પોલીસે પ્રકાશ ઉર્ફે પકાડો, સુનિલ ઉર્ફે અલુ શાંતિલાલ બારોટ, વિશાલ માલશી મહેશ્વરી, નિખિલ મહેશ્વરી એ મુકેશ રાણા વિરૂધ્ધ લૂંટ, ધાડ સહિતની કલમો તળે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બજેટ 2022 / ટ્વિટર અને ફેસબુક પર મીમ્સનો વરસાદ, લોકો શેર કરી રહ્યા છે ‘હાલ-એ-બજેટ’

કિશન ભરવાડ હત્યા કેસ / મૌલાના કમરગની ઉસ્માની ચલાવે છે તહરિક-એ-ફરોગ ઇસ્લામ નામનુ સંગઠન, જે યુવાનોને શીખવે છે કટ્ટરતા