Not Set/ આવતીકાલથી રાજ્યભરમાં સવર્ણોને મળશે ૧૦ ટકા અનામતનો લાભ, ગુજરાત બન્યું દેશનું પ્રથમ રાજ્ય

ગાંધીનગર, સરકારી નોકરીઓમાં સવર્ણોને ૧૦ ટકા અનામતનો લાભ આપવા માટેના જનરલ કોટા અનામતના બીલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ આ બીલને મંજૂરી આપી દેવામાં આવી છે, ત્યારબાદ હવે રાજ્યની રુપાણી સરકાર દ્વારા પણ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. CM વિજય રૂપાણીએ રાજ્યમાં સવર્ણોને ૧૦ ટકા અનામતના લાભનો પ્રારંભ કરાવ્યો છે, આ સાથે જ મકર સંક્રાંતિ  ૧૪ […]

Top Stories Gujarat Trending
VijayRupani k4dB આવતીકાલથી રાજ્યભરમાં સવર્ણોને મળશે ૧૦ ટકા અનામતનો લાભ, ગુજરાત બન્યું દેશનું પ્રથમ રાજ્ય

ગાંધીનગર,

સરકારી નોકરીઓમાં સવર્ણોને ૧૦ ટકા અનામતનો લાભ આપવા માટેના જનરલ કોટા અનામતના બીલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ આ બીલને મંજૂરી આપી દેવામાં આવી છે, ત્યારબાદ હવે રાજ્યની રુપાણી સરકાર દ્વારા પણ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

CM વિજય રૂપાણીએ રાજ્યમાં સવર્ણોને ૧૦ ટકા અનામતના લાભનો પ્રારંભ કરાવ્યો છે, આ સાથે જ મકર સંક્રાંતિ  ૧૪ જાન્યુઆરીથી રાજ્યના ઉચ્ચ શૈક્ષણિક પ્રવેશ અને સરકારી નોકરીઓમાં બિન અનામત રીતે આર્થિક રીતે નબળા વર્ગોને ૧૦ ટકા અનામતનો લાભ મળતો થશે.

મુખ્યમંત્રીના નિર્ણય મુજબ, ૧૪ જાન્યુઆરી પછી રાજ્યમાં મળવાપાત્ર શૈક્ષણિક પ્રવેશો અને સરકારી નોકરીઓની જાહેરાત થઇ હોય, પરન્તુ ભરતી માટેના કોઈ તબક્કાની પ્રક્રિયા શરૂ ન થઇ હોય તેને આ લાભ મળવા પાત્ર થશે.

આ ઉપરાંત આ પ્રકારની ભરતી અને પ્રવેશને હાલ સ્થગિત રાખીને એમાં પણ આ ૧૦ ટકા અનામતનો લાભ અપાશે.

જો કે આ પહેલા જે ભરતી પ્રક્રિયામાં લેખિત, મૌખિક પરીક્ષા તેમજ કોમ્યુટર પ્રોફિસિયન્સી ટેસ્ટ પ્રિલીમીનરી પરીક્ષા થઇ ગઈ છે તેઓને આ અનામતનો લાભ લાગુ થઇ શકશે નહીં. આ ૧૦ ટકા અનામત એસ સી, એસ ટી અને એસ ઈ બી સીને મળવા પાત્ર ૪૯ ટકા ઉપરાંતની રહેશે.

મુખ્યમંત્રી વિજય રુપાણીએ કેન્દ્રની મોદી સરકારે બિનઅનામત વર્ગોને ૧૦ ટકા અનામત આપવાના કરેલા ઐતિહાસિક અને અભૂતપૂર્વ ક્રાંતિકારી નિર્ણયને સૌ પ્રથમ પ્રતિસાદ આપતા આ મહત્વ પૂર્ણ નિણર્ય કર્યો છે.