અમરેલી/ આ જિલ્લાને રાજ્ય સરકાર દ્વારા કરાઇ એમ્બ્યુલન્સની ફાળવણી

રાજ્ય સરકાર દ્વારા અમરેલી જિલ્લાને ૩૭.૫૦ લાખના ખર્ચે ખરીદવામાં આવેલી પાંચ એમ્બ્યુલન્સોની ફાળવણી જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીએ લીલીઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું. 

Gujarat Others
Untitled 1 આ જિલ્લાને રાજ્ય સરકાર દ્વારા કરાઇ એમ્બ્યુલન્સની ફાળવણી

અમરેલી જિલ્લાને રાજ્ય સરકાર દ્વારા 5 એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે. રાજ્ય સરકારે ફાળવેલ એમ્બ્યુલન્સની કુલ કીંમત 37.50 લાખ છે. સમગ્ર કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ રેખાબેન મોવલિયા અને જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવએ એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી હતી.

  • અમરેલીને મળી 5 એમ્બ્યુલન્સ
  • 37.50 લાખની કિંમત
  • જિલ્લા પંચાયત પ્રમુખની હાજરી
  • રાજ્ય સરકારની ભેટ

રાજ્ય સરકાર દ્વારા અમરેલી જિલ્લાને ૩૭.૫૦ લાખના ખર્ચે ખરીદવામાં આવેલી પાંચ એમ્બ્યુલન્સની ફાળવણી જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીએ લીલીઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા અમરેલી જિલ્લાને ૭.૫ લાખની એક એવી ૩૭.૫ લાખના ખર્ચે પાંચ ગામોને પાંચ એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે. જિલ્લા પંચાયત ખાતે આજે જિલ્લા પંચાયતના પ્રમુખ રેખાબેન મોવલિયા અને જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવએ લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રમુખએ અને જિલ્લા વિકાસ અધિકારીએ અત્યાધુનિક એમ્બ્યુલન્સનું નિરીક્ષણ કર્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવએ જણાવ્યું હતું કે આજથી અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના દેવગામ, બગસરાના જૂની હળીયાદ, ખાંભાના ખડાધાર, રાજુલાના ખેરા અને અમરેલીના વાંકિયા એમ કુલ પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને એમ્બ્યુલન્સ ફાળવી જિલ્લાની આરોગ્ય સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. આ એમ્બ્યુલન્સો આરોગ્ય અને કુટુંબ કલ્યાણની સેવાઓ તેમજ દર્દીઓને રીફર કરવા, ક્ષેત્રીય સુપરવિઝન, ઓપરેશન તેમજ પ્રસુતિ અને પ્રસુતિ બાદ બહેનો અને બાળકોની આરોગ્ય સુવિધાઓ માટે અત્યંત આશીર્વાદરૂપ નીવડશે.

ઉલ્લેખનીય છે કે આયોજનની ૧૫ % વિવેકાધિન ગ્રાન્ટ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રીને ફાળવવામાં આવેલી રકમમાંથી એમ્બ્યુલન્સોની ખરીદી કરવામાં આવી છે. આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એચ. પટેલ સહિતના સર્વે આરોગ્ય શાખાના અધિકારી-કર્મચારીઓ તેમજ જિલ્લા પંચાયતની વિવિધ શાખાઓના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બજેટ 2022 / ટ્વિટર અને ફેસબુક પર મીમ્સનો વરસાદ, લોકો શેર કરી રહ્યા છે ‘હાલ-એ-બજેટ’

કિશન ભરવાડ હત્યા કેસ / મૌલાના કમરગની ઉસ્માની ચલાવે છે તહરિક-એ-ફરોગ ઇસ્લામ નામનુ સંગઠન, જે યુવાનોને શીખવે છે કટ્ટરતા

બજેટ 2022 / માત્ર લાગણી ભડકાવીને દેશ ન ચાલી શકે, બજેટમાં યોગ્ય સુધારા કરો નિર્મલાબેન..! : વિરજીભાઈ ઠુમ્મર