જામનગર,
જામનગરના લીમડા લાઇનમાં આવેલા સિધ્ધનાથ કોમ્પલેક્ષમાં પ્લાસ્ટિકની દુકાનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. આગ આજુબાજુની દુકાનોમાં પ્રસરતા લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા.
આગને પગલે 9 ફાયર ફાઇટરો તાત્કાલિક દોડી આવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધરાયા હતા. જો કે કોમ્પ્લેક્ષમાં બાજુમાં આવેલ એક ખાનગી હોસ્પિટલ હોવાને કારણે 7 જેટલા દર્દીઓને બાટલા અને સિરીનજ સાથે સુરક્ષિત બહાર કઢાયા હતા.
આ આગની લપેટમાં આસપાસની દુકાનો અને ઓફિસો પણ આવી જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. જો કે ફાયર વિભાગની ભારે જહેમત બાદ 9 ફાયર ફાઇટરો ની મદદથી આ વિકરાળ આગને કાબૂ કરવામાં આવી હતી.
આગ કાબૂમાં અઆવી જતા સ્થાનિક રહીશો એ હાશકારો અનુભવ્યો હતો., જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી અને આસપાસ ની દુકાનો, તેમજ ઓફિસો માં નુકશાન થયું છે, તેમજ આ આગ લાગવાનું કારણ હજી અકબંધ છે.