Not Set/ અમદાવાદ/ સોલા સિવીલ હોસ્પિટલમાં જન્મેલુ બાળક દોઢ કલાકમાં બદલાઈ ગયું

 ઘણી વાર સરકારી હોસ્પિટલમાંથી ઘણા પ્રકારની બેદરકારી સામે આવતી હોય છે. હવે અમદાવાદમાં સોલા સિવિલની ઘોર  બેદરકારી સામે આવી છે. પ્રસુતિ બાદ મહિલાના પરિવારને પહેલા માહિતી આપી કે પુત્રનો જન્મ થયો છે અને માત્ર 1 કલાક બાદ જ કહ્યું કે તમારે તો પુત્રી જન્મી છે. પરિવારના લોકોનો આરોપ છે કે, ડૉક્ટરે બાળકો બદલ્યા છે. ત્યારબાદ […]

Ahmedabad Gujarat
1ae1e27ee305b685567543ebd463462e અમદાવાદ/ સોલા સિવીલ હોસ્પિટલમાં જન્મેલુ બાળક દોઢ કલાકમાં બદલાઈ ગયું
1ae1e27ee305b685567543ebd463462e અમદાવાદ/ સોલા સિવીલ હોસ્પિટલમાં જન્મેલુ બાળક દોઢ કલાકમાં બદલાઈ ગયું ઘણી વાર સરકારી હોસ્પિટલમાંથી ઘણા પ્રકારની બેદરકારી સામે આવતી હોય છે. હવે અમદાવાદમાં સોલા સિવિલની ઘોર  બેદરકારી સામે આવી છે. પ્રસુતિ બાદ મહિલાના પરિવારને પહેલા માહિતી આપી કે પુત્રનો જન્મ થયો છે અને માત્ર 1 કલાક બાદ જ કહ્યું કે તમારે તો પુત્રી જન્મી છે.

પરિવારના લોકોનો આરોપ છે કે, ડૉક્ટરે બાળકો બદલ્યા છે. ત્યારબાદ બાળક અને માતાના DNA રિપોર્ટ લેવાયા હતા અને કેસને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સોલા સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવતાં તંત્રમાં ફફડાટ મચી ગયો હતો. પરિવારનો આરોપ છે કે પ્રસુતિ બાદ બાળકો બદલાયા છે.

ઘટના પ્રકાશમાં ત્યારે આવી કે જ્યારે પહેલા ડોક્ટરે પરિવારને માહિતી આપી કે, પુત્રનો જન્મ થયો. પરંતુ માત્ર 1 કલાક બાદ પુત્રી જન્મી હોવાની પરિવારને જાણ કરવામાં આવી. ડોક્ટરે જ બાળકો બદલ્યા હોવાનો પરિવાર આક્ષેપ કરી રહ્યો છે. હાલમાં બાળક અને માતાના DNA રિપોર્ટ લેવામાં આવ્યા છે. આ કેસ સોલા પોલીસ મથકે પહોંચ્યો અને સોલા પોલીસે જવાબદાર વિરુદ્ધ ગુનો પણ નોંધ્યો છે.

ઉલ્લેખનીય છે કે  હાલમાં જ છોટાઉદેપુર ખાતે ગત રવિવારે પણ આવો જ એક કિસ્સો આવ્યો હતો.  જેમાં પણ બે પરિવારો એ હોસ્પિટલ સત્તામંડળ વિરુધ્ધ બાળકો બદલાઈ ગયાનો આક્ષેપ કર્યો હતો. બોડેલી તાલુકાના જબૂગામ ખાતે આવેલી રેફરલ હોસ્પિટલ ના પરિસર આવેલી દિપક ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ચાલતી હોસ્પિટલમાં ગઈકાલે બાળકોની અદલા બદલી ને લઈ વિવાદ સર્જાયો હતો. બંને બાળકોના પરિવાર વચ્ચે ઉગ્ર બોલા ચાલી અને હોબાળો પણ મચ્યો હતો. જોકે મોડી રાત્રીએ હોસ્પિટલના સંચાલકોએ  બંને બાળકો ના D.N.A ટેસ્ટ કરવા ની વાત કરતા બાળકો ના બંને પરિવારે માન્ય રાખી હતી .

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.