Not Set/ ઊના શહેરી આરોગ્ય કેન્દ્ર પર આ ચપ્પલોની કતાર ટેસ્ટીંગ કરવા આવનારા લોકોની છે…

@ કાર્તિક વાજા , ઉના   ઉના પંથકમાં કોરોનાએ કહેર વરસાવ્યો છે. અને દિનપ્રતિદિન સંક્રમિતોની સંખ્યા વધતી જાય છે. ત્યારે શહેરી આરોગ્ય કેન્દ્ર પર વહેલી સવારથી લોકો ટેસ્ટીંગ માટે આવી પોહચે છે. પરંતુ કિટ જરૂરીયાત પ્રમાણે આવતી ન હોવાથી પુરતુ ટેસ્ટીંગ પણ થતુ નથી… શહેરના ગાયત્રી મંદિર પાસે આવેલ ભાડાના મકાનમાં કાર્યરત શહેરી આરોગ્ય કેન્દ્રમાં તબીબ […]

Gujarat
3060f729 9909 44e4 b38f ecbd80d8d922 ઊના શહેરી આરોગ્ય કેન્દ્ર પર આ ચપ્પલોની કતાર ટેસ્ટીંગ કરવા આવનારા લોકોની છે...

@ કાર્તિક વાજા , ઉના  

ઉના પંથકમાં કોરોનાએ કહેર વરસાવ્યો છે. અને દિનપ્રતિદિન સંક્રમિતોની સંખ્યા વધતી જાય છે. ત્યારે શહેરી આરોગ્ય કેન્દ્ર પર વહેલી સવારથી લોકો ટેસ્ટીંગ માટે આવી પોહચે છે. પરંતુ કિટ જરૂરીયાત પ્રમાણે આવતી ન હોવાથી પુરતુ ટેસ્ટીંગ પણ થતુ નથી…

શહેરના ગાયત્રી મંદિર પાસે આવેલ ભાડાના મકાનમાં કાર્યરત શહેરી આરોગ્ય કેન્દ્રમાં તબીબ સહીત આઠ થી નવ લોકો કામ કરી રહ્યા છે. અને વર્તમાન પરિસ્થીતી જોતા તમામ કર્મચારી ઓને માથુ ઉચું કરવાનો સમય પણ મળતો નથી. અને સતત આજુબાજુ કોરોનાની વચ્ચે શહેરી આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ કામ કરી રહ્યો છે. પરંતુ આરોગ્ય કેન્દ્રની બહારના દ્રશ્યો જોઇએ તો આજે વહેલી સવારે 7 વાગ્યાથી લોકો ટેસ્ટીંગ કરાવવા ધીમે ધીમે આવી પોહચે છે. અને એક કલાકમાં તો અંદાજે 100 થી વધુ લોકો એકઠા થઇ જાય છે.

પરંતુ શહેરી આરોગ્ય કેન્દ્રના દરવાજે તાળા હોય છે. અને જેમ જેમ સમય આગળ વધતો જાય તેમ તેમમ લોકોની સંખ્યા પણ વધતી જતી હોય છે. અને ના છુટકે ઉભીને થાકી ન જવાય તેમજ સાથો સાથ તબિયત પણ સારી ન હોય નના છુછટકે ટેસ્ટીંગ કરવા આવેવલ લોકો આરોગ્ય કેન્દ્રમાં પ્રવેશવાની જગ્યા પર પોત પોતાના ચપ્પલો મુકી એક સાઇડ પર કે ખુલ્લામાં જ્યા જગ્યા મળે ત્યાં બેસી જાય છે. અને થોડીકજ ક્ષણોમાં આરોગ્ય કેન્દ્રનાં ફળીયામાં ચપ્પલોની કતારના દ્રશ્યો જોવા મળે છે. તેમાંય 8.30 વાગ્યાની આસપાસ સ્ટાફ આવે છે. અને ટેસ્ટીંગ કરાવા વાળા હાશકારો અનુભવે છે.

થોડીવાર થાય ત્યાં હોમગાર્ડ આવે છે. અને લોકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ રખાવે છે. ત્યાં અચાનક અંદરથી કોઇ બોલે છે કે હજુ સુધી ટેસ્ટીંગ કિટ આવી નથી આવશે પછી ટેસ્ટીંગ થશે આ પ્રક્રિયા લગભગ રોજની બની ગઇ છે. બીજી તરફ રોજના 300 થી વધુ લોકો ટેસ્ટીંગ માટે આવે છે. તેની સામે રેપીડ ટેસ્ટ કિટ આવતી નથી અંતે ટેસ્ટીંગ કરવા આવેલ લોકોને ટોકન આપવામાં આવે છે. અને જેટલા લોકોનું ટેસ્ટીંગ બાકી હોય તેમણે બીજા દિવસે ટોકન સાથે ટેસ્ટીંગ કરાવવા આવવાનું આમ ટેસ્ટીંગ કરાવવા આવેલ લોકો ધણી વખત કલાકો સુધી બેસી રહે છે. અને વારો ન આવે તો બીજા દિવસે ફરી વખત આવવું પડે છે…

50 કિટ આવી અને 200 થી વધુ લોકો ટેસ્ટીંગ કરાવા માટે આવેલ…

રવિવારે શહેરી આરોગ્ય કેન્દ્ર પર રેપીડ ટેસ્ટ કિટ 50 આવેલ તેની સામે 200 થી વધુ લોકો ટેસ્ટીંગ કરાવવા આવી પોચ્યા હતા. અંતે બાકી રહેલા લોકોને ટોકન આપવાની ફરજ પડી હતી. ત્યારે આજે 50 રેપીટ ટેસ્ટ તેમજ 53 RTPCR નું ટેસ્ટીંગ કરવામાં આવ્યું…

શહેરી આરોગ્ય કેન્દ્ર પર પાણી બેસવાની અને મંડપની વ્યવસ્થા પ્રેસ ક્લબ દ્વારા કરવામાં આવી…

શહેરી આરોગ્ય કેન્દ્ર પર ટેસ્ટીંગ કરાવવા આવનાર લોકોને મામાટે પુરતી બેસવાની વ્યવસ્થા ન હોય અને તડકામાં લોકો ઉભા રહેતા હોય ઉના પ્રેસ ક્લબના મિત્રો એ મંડપ ખુરશી અને પાણીની વ્યવસ્થા લોકો માટે કરાવી આપી….

 ઊના કોવીડ સ્મશાનમાં 7 મૃતદેહ પહોચ્યા…

ઉના પંથકમાં કોરોના પોઝીટીવ કેસો સામે મોતની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે રવિવારે ઉના કોવીડ સ્મશાનમાં 7 મૃતદેહ પહોચ્યા હતા. જેમાં ઉના શહેરના પાંચ અને ગ્રામ્ય વિસ્તાર માંથી બે આમ કુલ 7 મૃતદેહના અંતીમ સંસ્કાર આપવામાં આવેલ હતા…
રીપોટર. કાતિક વાજા ઊના