ગુજરાત/ દેશમાં ગ્રે કાર્ડ શરૂ કરનાર જૂનાગઢ પ્રથમ જિલ્લો બન્યો,જાણો વિગત

જૂનાગઢ જિલ્લા કલેકટર રચીત રાજે માહિતી આપતા જણાવ્યું હતું કે, આપણા વડીલોને ગ્રે કાર્ડ યોજના થકી આગામી દિવસોમાં વધુ માન-સન્માન અને મરતબો મળતો જોવા મળશે

Gujarat
જૂનાગઢ દેશમાં ગ્રે કાર્ડ શરૂ કરનાર જૂનાગઢ પ્રથમ જિલ્લો બન્યો,જાણો વિગત

જૂનાગઢ જિલ્લામાં 60 વર્ષ કે તેથી વધુ વયના વડીલો માટે સમગ્ર દેશમાં ગ્રે કાર્ડ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. ગ્રે કાર્ડ યોજના શરૂ કરનાર જૂનાગઢ જીલ્લાએ સમગ્ર દેશમાં પ્રથમ પહેલ કરી છે.આ યોજના પ્રથમ શરૂઆત કરી જૂનાગઢ જિલ્લો દેશમાં પ્રથમ બન્યો  છે. આ યોજના અંતર્ગત ગ્રે કાર્ડ ધરાવતા કોઇ પણ વડીલ કે જેની વય 60 વર્ષ કરતાં વધુ છે તેવા તમામ વ્યક્તિઓ સરકારી કચેરીઓમાં પ્રાથમિકતાના ધોરણે અગ્રતાક્રમ આપીને તેમની રજૂઆત અને તેના પ્રશ્નોને સાંભળવા માટે આ કાર્ડ આગામી દિવસોમાં ખૂબ જ મદદરૂપ બનશે. 60 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા વડીલો સરકારી કચેરીઓમાં અને અન્ય જગ્યા પર લાંબી લાઈનોમાં ઊભા રહી શકે તેવા સશક્ત હોતા નથી તેને ધ્યાને રાખીને ખાસ વડીલો માટે ઉપયોગી યોજના આજે જૂનાગઢમાં શરૂ કરવામાં આવી છે. આ યોજના સમગ્ર દેશમાં શરુ કરનાર જૂનાગઢ જિલ્લો પ્રથમ બન્યો છે.

જૂનાગઢ જિલ્લા કલેકટર રચીત રાજે માહિતી આપતા જણાવ્યું હતું કે, આપણા વડીલોને ગ્રે કાર્ડ યોજના થકી આગામી દિવસોમાં વધુ માન-સન્માન અને મરતબો મળતો જોવા મળશે. આ યોજના વડીલોને પ્રાથમિકતાના ધોરણે તેના તમામ સરકારી યોજના સરકારી કચેરી કે અન્ય જગ્યા પર લાઈનમાં ઉભા રહ્યા વિના અગ્રિમતાના ધોરણે નિરાકરણ કરવાની ગેરંટી પણ આપી રહ્યો છે.

વંથલી તાલુકાના સબડિવિઝનથી કરવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લામાં 4746 જેટલા લાભાર્થીઓને શોધી કાઢવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આ તમામ વડીલોને ગ્રે કાર્ડ અર્પણ કરીને તેમને સરકારી કચેરી કે અને યોજના તેમજ કામોમાં લાઈનમાં ઊભા રહ્યા સિવાય અગ્રીમતાના ધોરણે મદદ મળે તે માટે કાર્ડ વધુ ઉપયોગી બની શકશે.