Not Set/ સોલા સિવિલ/ બાળકોની અદલા બદલી મામલે આવ્યો DNA રિપોર્ટ,  હોસ્પિટલના વહીવટની ખૂલી પોલ

મદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ગત સપ્તાહે બાળકોની અદલા બદલી થવાનો મામલો સામે આવ્યો હતો. જે મામલે આજરોજ પોલીસે ડીએનએ રિપોર્ટ મેળવ્યો છે.  જેમા મહિલા અને પુત્રીનો ડીએનએ રિપોર્ટ એક હોવાનો ખુલાસો છે. DNA રીપોર્ટ  સામે આવતા હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. મહિલાને પુત્રી જન્મી હોવા છતાં હોસ્પિટલ દ્વારા દીકરાનો જન્મ થયો હોવાની જાણ કરાઇ […]

Ahmedabad Gujarat
e533ed930fd857f0d36a2298fa9f461f સોલા સિવિલ/ બાળકોની અદલા બદલી મામલે આવ્યો DNA રિપોર્ટ,  હોસ્પિટલના વહીવટની ખૂલી પોલ
e533ed930fd857f0d36a2298fa9f461f સોલા સિવિલ/ બાળકોની અદલા બદલી મામલે આવ્યો DNA રિપોર્ટ,  હોસ્પિટલના વહીવટની ખૂલી પોલ

મદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ગત સપ્તાહે બાળકોની અદલા બદલી થવાનો મામલો સામે આવ્યો હતો. જે મામલે આજરોજ પોલીસે ડીએનએ રિપોર્ટ મેળવ્યો છે.  જેમા મહિલા અને પુત્રીનો ડીએનએ રિપોર્ટ એક હોવાનો ખુલાસો છે.

DNA રીપોર્ટ  સામે આવતા હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. મહિલાને પુત્રી જન્મી હોવા છતાં હોસ્પિટલ દ્વારા દીકરાનો જન્મ થયો હોવાની જાણ કરાઇ હતી. જો કે DNA રિપોર્ટમાં સત્ય સામે આવતા હોસ્પિટલના અણઘડ વહીવટ સામે આવ્યો છે.

નોધનીય છે કે, અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં બાળક બદલાઇ જવાની ઘટના બની હતી. અને આ અંગે સોલા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. બાળકના જન્મ બાદ રાત્રે બાળક બદલાઈ ગયાના આક્ષેપ થયા હતા. તબીબ દ્વારા દિકરાનો જન્મ થયો હોવાનું જણાવ્યું હતું. અને બાદમાં તબિબોએ જ દિકરી જન્મી હોવાનું જણાવ્યુ હતું. આ અંગે પરિવારને શંકા જતા સોલા પોલીસ મથકે અરજી નોંધવામાં આવી હતી.

સોલા સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવતાં તંત્રમાં ફફડાટ મચી ગયો છે. આ મામલે સોલા પોલીસે જણાવ્યું હતું કે, DNA રિપોર્ટ બાદ સાબિત થશે ત્યારબાદ ગુનો નોંધવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.