Panchmahal/ તંત્રનું મૌન , કોન્ટ્રાકટરને બખ્ખા અને ભોગ તો જનતાએ બનવાનું

હાલોલ નગરમાં ભૂગર્ભ ગટરના ખોદેલા ખાડામાં કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે વારંવાર વાહનો ફસાવવાવાનો સિલસિલો યથાવત છે ત્યારે આજે વધુ બે ભારે વાહનો ફસાયા 

Gujarat
WhatsApp Image 2021 09 26 at 12.37.15 PM 1 તંત્રનું મૌન , કોન્ટ્રાકટરને બખ્ખા અને ભોગ તો જનતાએ બનવાનું

હાલોલ નગરમાં ભૂગર્ભ ગટરના ખોદેલા ખાડામાં કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે વારંવાર વાહનો ફસાવવાવાનો સિલસિલો યથાવત છે ત્યારે આજે વધુ બે ભારે વાહનો ફસાયા

પંચમહાલ જિલ્લાના હાલોલ નગરમાં લાંબા સમયથી ચાલતી ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી ચાલી રહી છે , પરંતુ જ્યાં કામ થઇ ગયું છે ત્યાં ગટર નાખ્યા બાદ પુરાણ કરવાની કામગીરીમાં કટકી થઇ હોવાનું પ્રતીત થઇ રહ્યું છે  રોજેરોજ કોન્ટ્રાક્ટરની લાપરવાહી અને તંત્રની આંખ આડા કાન કરવાની નિતીને કારણે વાહનો ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત અધૂરા પુરાણ કરાયેલા કે પછી માત્ર માટીથી જ પુરી દેવાયેલા ખાડાઓનો ભોગ બની રહ્યા છે જેમાં નગરના વિવિધ વિસ્તારો તેમજ મુખ્ય હાર્દસમા સતત હજારો વાહનોથી ધમધમતા રોડ રસ્તાઓ જેમાં પાવાગઢ રોડ, ગોધરા રોડ, કંજરી રોડ અને વડોદરા રોડ પર મુખ્ય રોડની વચ્ચોવચ ખાડા ખોદી ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત પાઇપલાઇન નાખ્યા બાદ રસ્તાઓ રીકાર્પેટ ના કરતા  અને માત્ર આડેધડ માટી જ પૂરાણ કરી દેવાતા હાલમાં ચાલતા ચોમાસાની ઋતુને કારણે માટી ધોવાઇ ગઈ છે, અને રસ્તાઓ પર  કાદવ કીચડ નું સામ્જરાજ્તાંય જોવા મળી રહ્યું છે

મહત્વનું છે કે આ ખાડામાં રોજિંદા વાહનો ફસાવવાનો સિલસિલો પણ યથાવત છે જ્યારે ગતરોજ અરાદરોડ પર આઇસર ટેમ્પો ફસાતા આઇસર ટેમ્પા ચાલકને નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો જયારે આજે પણ વડોદરા રોડ પર એક લોડીંગ ટ્રેકટર ફસાઇ જવા પામ્યું હતું જેમા ટ્રેકટરના એક સાઇડના ટાયરો ખાડામાં ઉતરી પડતા ટ્રેકટરને કાઢવા માટે જીસીબીની મદદ લેવી પડી હતી જેમાં ટ્રેકટરને નુકસાન સહિત બહાર કાઢવાનો ખર્ચ ટ્રેકટર માલિકને ભોગવવો પડયો હતો

આ ભૂગર્ભ ગટરની ચાલતી કામગીરીથી નગરજનો અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે નગરમાં ખાડાઓનું સામ્રાજ્ય અને કાદવ કીચડથી ખદબદતા રોડ-રસ્તાઓ ને પગલે નગરજનોમાં છૂપો રોષ કોન્ટ્રાક્ટર સહિત વહીવટી તંત્ર સામે પણ ઉઠવા પામ્યો છે.