Accident/ જામનગરના મોરકંડા રોડ પર માલવાહક વાહને 3 પદયાત્રીઓનો લીધો ભોગ

જામનગરની ભાગોળ આજે મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠી હતી.શહેરની ભાગોળે મોરકંડા રોડ પર ત્યારે અફરાતફરી મચી ગઈ જયારે એક માલવાહક વાહન પદયાત્રીઓ પર ફરી વળ્યું હતું.

Gujarat Others
a 350 જામનગરના મોરકંડા રોડ પર માલવાહક વાહને 3 પદયાત્રીઓનો લીધો ભોગ

@સલમાન ખાન, મંતવ્ય ન્યૂઝ – જામનગર

ગુજરાત રાજ્યમાં આજે (મંગળવાર) ગઝારો સાબિત થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આજે સવારથી એક પછી એક અકસ્માતથી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટના જામનગરની છે જ્યાં  એક સાથે 3 પગયાત્રીઓના મોત નીપજ્ય છે.

આપને જણાવી દઈએ કે, જામનગરની ભાગોળ આજે મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠી હતી.શહેરની ભાગોળે મોરકંડા રોડ પર ત્યારે અફરાતફરી મચી ગઈ જયારે એક માલવાહક વાહન પદયાત્રીઓ પર ફરી વળ્યું હતું.ફૂલ ગુલાબી ઠંડીમાં પસાર થતા પદયાત્રીઓ રોડની સાઈડમાં ચાલીને જતા હતા ત્યારે પુર ઝડપે અને બેદરકારી પૂર્વક માલવાહક વાહને પદયાત્રીઓને જોરદાર ઠોકર મારી ગમખ્વાર અકસ્માત નીજાવ્યો હતો. જેમાં સ્થળ પર જ બે પદયાત્રીઓના મૃત્યુ નીપજયા હતા જયારે એક પદયાત્રી નું હોસ્પિટલ પહોંચે તે પૂર્વે જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય એક પદયાત્રી ને ગંભીર ઇજાઓ પહોચી હતી. ધડાકાભેર થયેલ અકસ્માતના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને બચાવકાર્ય શરુ કર્યું હતું.

આ બનાવની જાણ થતા પંચકોશી એ ડિવિઝન પોલીસ અને 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી હતી. ત્રણેય મૃતકોના શરીરના ભાગે વાહનના તોતિંગ ટાયર ફરી વળતા કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યા હતા.જયારે અન્ય એક ઘાયલને તાત્કાલિક જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.અકસ્માતનો ભોગ બનેલ પદયાત્રીઓ જામજોધપુર પંથકના હોવાનું અને મોરબી પાસે મચ્છુ માતાના દર્શને જતા હોવાનું સામે આવ્યું છે.હાલ પોલીસે ઓળખ વિધિ સહીતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : થરાદ કેનાલમાંથી હાથ બાંધેલી હાલત મળ્યો મૃતદેહ, હત્યાની આશંકા

આ પણ વાંચો : હાઈવે પર ઓવરસ્પીડ પર બાઇક ચલાવવું યુવકને પડ્યું ભારે, થયું કરુણ મોત

આ પણ વાંચો :ગોઝારો મંગળવાર: ગુજરાતમાં અલગ અલગ અકસ્માતમાં 5 લોકોએ ગુમાવ્યો જીવ

આ પણ વાંચો :કલોલમાં રહસ્યમય વિસ્ફોટમાં બે મકાનો થયા ધરાશાયી, એકનું મોત

આ પણ વાંચો : કિરણ હોસ્પિટલની ઘોર બેદરકારી, બે વર્ષની માસુમ બાળકીને ગુમાવવો પડ્યો જીવ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…