RMC/ રાજકોટ મ.ન.પા.ની આજે મળશે સામાન્ય સભા, કુલ 78 પ્રજા પ્રશ્ન પૂછવામાં આવ્યા છે…

રાજકોટ મનપાનું આજે જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું છે. જેમાં ત્રણ ઠરાવ મુકાયા છે. તેમજ ભાજપના 22 કોર્પોરેટરના 22 પ્રશ્નો, તેમજ કોંગ્રેસના 19 કોર્પોરેટરના 56 પ્રશ્નો મળી કુલ 78 પ્રશ્ન મૂકવામાં આવ્યા છે.

Top Stories Rajkot Gujarat
RMC Bhavan રાજકોટ મ.ન.પા.ની આજે મળશે સામાન્ય સભા, કુલ 78 પ્રજા પ્રશ્ન પૂછવામાં આવ્યા છે...

રાજકોટ મ.ન.પા.ની આજે સામાન્ય સભા મળશે. આજે સવારે 11 કલાકે મળી રહેલી સામાન્ય સભામાં 78 પ્રજા પ્રશ્નોના લેખિતમાં જવાબ અપવામાં આવશે. રાજકોટ મ.ન.પા. જનરલ બોર્ડમાં આજે શહેરમાં ગેરકાયદે નળ  જોડાણને કાયદેસર કરવાનો મહત્વપૂર્ણ ઠરાવ પણ પાસ કરવામાં આવશે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ મનપાનું આજે જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું છે. જેમાં ત્રણ ઠરાવ મુકાયા છે. તેમજ ભાજપના 22 કોર્પોરેટરના 22 પ્રશ્નો, તેમજ કોંગ્રેસના 19 કોર્પોરેટરના 56 પ્રશ્નો મળી કુલ 78 પ્રશ્ન મૂકવામાં આવ્યા છે.

નગરસેવકોએ પ્રાથમિક સુવિધા અને કોરોનાને લગતા પ્રશ્નો પૂછ્યા છે. જનલર બોર્ડની કાર્યસૂચિમાં સિનિયર ક્લાર્કની બઢતી લાયકાતમાં સુધારો કરવા, નલ સે જલ યોજના હેઠળ અડધા ઇંચના ગેરકાયદે નળના જોડાણને કાયદેસર કરવાનો ઠરાવ મુક્યો છે.