Dr. Amiben Yagnik Road Show: ગુજરાતમાં પહેલા તબક્કાનું મતદાન પુરૂ છઇ ગયું છે જેમાં 60 ટકાથી વધુ મતદાન થયું છે, હવે બીજા તબક્કાની ચૂંટણીનો પ્રચાર રાજકિય પાર્ટીઓએ તેજ કરી દીધો છે. કોંગ્રેસ સહિતની તમામ રાજકિય પાર્ટીઓ રોડ શો અને જાહેર સભાઓ કરી રહી છે. બીજા તબક્કાની ચૂંટણી પાંચ ડિસેમ્બરે યોજાવાની છે. 93 બેઠકો પર મતદાન થવાનું છે જેમા અમદાવાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મતદાન થવાનું છે. અમદાવાદના ઘાટલોડિયા બેઠક પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે કોંગ્રેસના રાજ્યસભાના સંસદસભ્ય ડૉ.અમીબેન યાજ્ઞિકને ઉતાર્યા છે. આજે કોંગ્રેસના ઉમેદવાર ડૉ.અમીબેન યાજ્ઞિક રો઼ડ શો યોજશે.
ઉલ્લેખનીય છે કે આ રોડ શોનું આયોજન ઘાટલોડિયા વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયથી સવારે ૦૯-૦૦ કલાકે રેલીની શરૂઆત કરી મધર ડેરી ચાર રસ્તા થઈ ઇસ્કોન ચાર રસ્તા થઈ આંબલી ગામ થઈ બોપલ ચાર રસ્તા થઈ બાગબાન પાર્ટી પ્લોટ ચાર રસ્તા થઈ હેબતપુર ચાર રસ્તાથી ઝાયડસ ચાર રસ્તાથી ડાબી બાજુ ભાડજ ગામ થઈ ઓગણજ સર્કલ થઈ લપકામણ ગામ ખાતે પહોંચશે.
આ રેલી બપોરના ભોજન માટે રોકાશે. ત્યારબાદ લપકામણ ગામથી નીકળી ઓગણજ ગામ થઈ વસંતનગર થઈ ગોતા ગામ થઈ ચાણક્યપુરી થઈ ડમરૂ સર્કલ થઈ પ્રભાત ચોક ચાર રસ્તા થઈ રન્નાપાર્કથી ડાબી બાજુ વળી પાટીદાર ચોકથી ડાબી બાજુ વળી ઘાટલોડીયા ગામ થઈ પાવાપુરી ચાર રસ્તા થઈ સાંઈબાબા ચાર રસ્તાથી ડાબી બાજુ વળી સી.પી.નગર ચાર રસ્તાથી જમણી બાજુ વળી ભુયંગદેવ ચાર રસ્તાથી જમણી બાજુ વળી ગુરૂકુળ રોડ ઉપર સુભાષ ચોકથી ડાબી બાજુ વળી સ્વામી વિવેકાનંદ સર્કલથી જમણી બાજુ વળી મેમનગર ગામ થઈ માનવ મંદિરથી જમણી બાજુ વળી હિમાલયા મોલથી ડાબી બાજુ વળી સંજીવની હોસ્પિટલથી જમણી બાજુ વળી સંદેશ પ્રેસ રોડથી ૪૧-ઘાટલોડિયા વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલય ખાતે પુર્ણાહુતિ થશે.
