Narmada/ જુના રામપુરા પ્રા. શાળા ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ’ પહોંચ્યો

ગ્રામજનોની ઉપસ્થિતિમાં શાળાની બાલિકાઓ દ્વારા રથનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું

Gujarat Others
viksit bharat sankalp yatra arrived in juna rampura nandod જુના રામપુરા પ્રા. શાળા ખાતે 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ' પહોંચ્યો

(વસિમ મેમણ – પ્રતિનિધિ, તિલકવાડા)

નર્મદા જિલ્લામાં ગઈકાલ તા. 15મી નવેમ્બરે ભગવાન બિરસામુંડાના જન્મદિને જનજાતિય ગૌરવ દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઝારખંડ ખાતેથી આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અંબાજી ખાતેથી રાજ્યવ્યાપી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

બીજી તરફ નર્મદા જિલ્લામાં પ્રભારીમંત્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં વહિવટીતંત્રના અધિકારીઓની હાજરીમાં વડીયા ખાતેથી જિલ્લાના ગામોમાં રથ પરિભ્રમણ કરવાની શરૂઆત કરવામાં આવી હતી.

ગઈ કાલે વડીયા, કરાંઠા ગામ ખાતે રથ ફરીને જાગૃતિ સંદેશ પ્રસરાવ્યો હતો. આજે આ રથ નાંદોદ તાલુકાના જુના રામપુરા ગામ ખાતે આવી પહોંચતા ગ્રામજનોની ઉપસ્થિતિમાં શાળાની બાલિકાઓ દ્વારા રથનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વેળાએ આંગણવાડી વર્કરો,આશાવર્કરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આ સ્થળે સૌએ શપથ ગ્રહણ કર્યા હતા.

સરકારની વિવિધ 17 જેટલી યોજનાઓની માહિતી અને લાભો ઘરઘર સુધી પહોંચાડવા માટે જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામેગામ ફરશે.


Read More : Narmada/નાંદોદમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ થી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ

Read More : Narmada/પોઈચા ખાતે નર્મદા નદીના કિનારે નિલકંઠ ઘાટનું ખાતમુહૂર્ત કરાયું

Read More : Narmada/ડેડિયાપાડા તાલુકાના બાબદા ગામમાં અજાણ્યા ઈસમની મળી લાશ મળતા ચકચાર


Follow us on : Facebook | Twitter | WhatsApp | Telegram | Instagram | Koo | YouTube
Download Mobile App : Android | IOS