Narmada/ ડેડિયાપાડા તાલુકાના બાબદા ગામમાં અજાણ્યા ઈસમની મળી લાશ મળતા ચકચાર

નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા તાલુકામાં બાબદા ગામે અજાણ્યા ઇસમની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ડેડિયાપાડા પોલીસ સ્ટેશનનો કાફલો આ સમાચાર મળવાની સાથે ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતદેહને હાલમાં તો હોસ્પિટલ મોકલી આપી અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Gujarat Vadodara
YouTube Thumbnail 22 1 ડેડિયાપાડા તાલુકાના બાબદા ગામમાં અજાણ્યા ઈસમની મળી લાશ મળતા ચકચાર

(વસિમ મેમણ – પ્રતિનિધિ, તિલકવાડા)

નર્મદાઃ નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા તાલુકામાં બાબદા ગામે અજાણ્યા ઇસમની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ડેડિયાપાડા પોલીસ સ્ટેશનનો કાફલો આ સમાચાર મળવાની સાથે ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતદેહને હાલમાં તો હોસ્પિટલ મોકલી આપી અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના બાબદા ગામના રહેવાસી ફતેસિંગભાઈ વેસ્તાભાઈ વસાવાની જમીન ગામના સીમ વિસ્તારમાં આવેલી છે. આ જમીન નજીક આંબાના ઝાડ નીચે અંદાજીત 50થી 55 વર્ષના અજાણ્યા ઇસમની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. તેમણે તરત જ આ અંગે પોલીસને જાણ કરી હતી.

પોલીસે આ વ્યક્તિ કોણ હતી અને ક્યાંથી ત્યાં આવી પહોંચી હતી તેના અંગે તપાસ શરૂ કરી છે. ફતેસિંગ સહિતના ગામવાસીઓનું કહેવું છે કે આ વ્યક્તિ તેમના ગામની નથી. તેથી પોલીસે હવે આ વ્યક્તિની ભાળ મેળવવા આજુબાજુના ગામોમાં તલાશ આદરી છે. આજુબાજુના ગામોના લોકોની પૂછપરછ કરવાનો પણ પ્રારંભ કર્યો છે. આ સિવાય છેલ્લા કેટલાક દિવસોમાં આસપાસના વિસ્તારોમાં કોઈ વ્યક્તિ ગુમ થઈ છે કે નહી તેની ફરિયાદ પણ ચકાસવા માંડી છે. પોલીસને એક કે બે જ દિવસમાં તે વ્યક્તિના સગડ મળશે તેવો વિશ્વાસ છે.


આ પણ વાંચોઃ Tunnel Collapses/ ઉત્તરકાશી સુરંગ દર્ઘટનામાં બચાવકાર્યમાં આધુનિક ઓગર મશીનનો ઉપયોગ, થાઈલેન્ડ ટીમની લેવાશે મદદ

આ પણ વાંચોઃ અમદાવાદ/ સાબરમતી નદીમાંથી એક જ દિવસમાં 4 મૃતદેહ મળી આવતા અરેરાટી

આ પણ વાંચોઃ Israel Hamas War/ ઇઝરાયેલની સેના હવે ગાઝામાં બુલડોઝર ચલાવવાની તૈયારી કરી રહી છે, હોસ્પિટલની બહાર તૈનાત છે