tunnel collapses/ ઉત્તરકાશી સુરંગ દર્ઘટનામાં બચાવકાર્યમાં આધુનિક ઓગર મશીનનો ઉપયોગ, થાઈલેન્ડ ટીમની લેવાશે મદદ

સુરંગ દુર્ઘટનામાં ફસાયેલા મજૂરોને બચાવવા ગ્રીન કોરિડોર બનાવીને આ મશીનોને સ્થળ પર મોકલવામાં આવ્યા. આધુનિક મશીનોની મદદ ઉપરાંત બચાવ કાર્યમાં નોર્વે અને થાઈલેન્ડની વિશેષ ટીમોની પણ મદદ લેવામાં આવી રહી છે.

Top Stories India
મનીષ સોલંકી 1 1 ઉત્તરકાશી સુરંગ દર્ઘટનામાં બચાવકાર્યમાં આધુનિક ઓગર મશીનનો ઉપયોગ, થાઈલેન્ડ ટીમની લેવાશે મદદ

ઉત્તરકાશી સુરંગ દુર્ઘટનામાં ફસાયેલા શ્રમિકોને બચાવવા રાહતકાર્ય અભિયાન ચાલુ છે. 40 શ્રમિકોને બચાવવા દિલ્હીથી એરફોર્સના વિમાનો દ્વારા આધુનિક મશીન મોકલવામાં આવ્યું. જ્યારે થાઈલેન્ડથી નિષ્ણાતની ટીમ મદદ માટે પંહોચી છે. ટનલ અકસ્માતમાં રાજ્ય સરકારના અનુરોધ પર પીએમઓના આદેશ પર સેનાનું અતિ આધુનિક ઓગર મશીન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

સુરંગ દુર્ઘટનામાં ફસાયેલા મજૂરોને બચાવવા ગ્રીન કોરિડોર બનાવીને આ મશીનોને સ્થળ પર મોકલવામાં આવ્યા. આધુનિક મશીનોની મદદ ઉપરાંત બચાવ કાર્યમાં નોર્વે અને થાઈલેન્ડની વિશેષ ટીમોની પણ મદદ લેવામાં આવી રહી છે. તેમજ રાત્રે ટનલમાં ફરીથી ભૂસ્ખલન થતા એસ્કેપ ટનલ બનાવવા માટે કરવામાં આવી રહેલી ડ્રિલિંગને અટકાવવી પડી હતી. તેમજ ડ્રિલિંગ માટે લાવવામાં આવેલ ઓગર મશીન પણ તૂટી જતા બચાવ કાર્ય અવરોધાયું. દરમ્યાન અંદર ફસાયેલ એક મજૂરની તબિયત બગડવાના સમાચાર મળતા બહારના લોકો ડરી ગયા. ડોકટરના સૂચન મુજબ મજૂરને પાઈપ મારફતે તાત્કાલિક દવા મોકલવામાં આવી.

ઉત્તરકાશીમાં સુરંગમાં ફસાયેલા શ્રમિકોની તબિયત એક પછી એક લથડતી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. અંદર ફસાયેલા કેટલાક કામદારો તાવ, શરીરમાં દુખાવો અને ગભરાટની ફરિયાદ કરવા લાગ્યા છે. આ માહિતી મળતા તેમના બહારના સાથીદારોએ ઢીલા બચાવકાર્યને લઈને હોબાળો મચાવ્યો હતો. આ મામલે જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકાર દ્વારા તમામ સંભવિત પગલાં લેવાઈ રહ્યા છે એવું  આશ્વાસન આપ્યું. તેમજ લોકો પાસેથી સહકારની અપેક્ષા રાખતા આધુનિક મશીન અને નિષ્ણાતોની મદદ લેવાશે તેમ જણાવ્યું.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી મોડી રાત્રે ઈન્દોરથી દેહરાદૂન પહોંચ્યા. આ પછી, તેમણે ઉત્તરકાશીના સિલ્ક્યારામાં નિર્માણાધીન ટનલમાં ચાલી રહેલા બચાવ અભિયાનની અપડેટ લેતા મુખ્ય સચિવને એલર્ટ રહેવાનો નિર્દેશ આપ્યો. તેમણે કહ્યું કે રાહત અને બચાવ કાર્યમાં લાગેલી કેન્દ્રીય એજન્સીઓની ટીમ સુરંગમાં ફસાયેલા કામદારોને સુરક્ષિત રીતે બચાવી લેશે. આ સાથે ઘટનાસ્થળે શ્રમિકોના પરિવારજનો અને મીડિયા કવરેજ માટે આવેલા રીપોર્ટરોને સહકાર આપવા વિનંતી કરી. વહીવટીતંત્ર ફસાયેલા કામદારોના પરિવારો સાથે સતત સંપર્કમાં રહેશે.


whatsapp ad White Font big size 2 4 ઉત્તરકાશી સુરંગ દર્ઘટનામાં બચાવકાર્યમાં આધુનિક ઓગર મશીનનો ઉપયોગ, થાઈલેન્ડ ટીમની લેવાશે મદદ


આ પણ વાંચો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધિકારીઓ સાથે જશે વિદેશ પ્રવાસે, આ છે કારણ

આ પણ વાંચો : ક્રાઈમ/ સુરતમાં હોર્ન મારી ટર્ન લેવા કહેતાં બે યુવકે ઢોર માર મારતા થયું મોત

આ પણ વાંચો : Stock Market/ બજાર અગાઉના સત્રની તેજી જાળવી ન શક્યું