Ahmedabad News/ અમદાવાદના રબારી કોલોની પાસે હિટ એન્ડ રન, આઈસરની ટક્કરે 50 વર્ષીય આનંદ સક્સેનાનું મોત

Ahmedabad Hit and Run: અમદાવાદના રબારી કોલોની કેનાલ ચાર રસ્તા પાસે આઈસરે ટક્કર મારતાં 50 વર્ષીય આનંદભાઈ સક્સેનાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ ચાલક ફરાર થઈ ગયો હતો અને પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Ahmedabad Hit and Run: અમદાવાદમાં હિટ એન્ડ રનથી 50 વર્ષીય રાહદારીનું મોત, આઈસર ચાલક ફરાર

Ahmedabad News: અમદાવાદના રબારી કોલોની વિસ્તારમાં હિટ એન્ડ રન (Ahmedabad Hit and Run)ની ઘટના બની છે. પૂરઝડપે આવેલી આઈસરે રસ્તા પરથી પસાર થઈ રહેલા 50 વર્ષીય આનંદભાઈ સુદામા સક્સેનાને ટક્કર મારતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ આઈસર ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો.

Ahmedabad Hit and Run: આઈસરની ટક્કરથી રાહદારીનું મોત

મળતી માહિતી મુજબ, આનંદભાઈ સક્સેના રબારી કોલોની કેનાલ ચાર રસ્તા પાસેથી પગપાળા પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પૂરઝડપે આવેલી આઈસરે તેમને અડફેટે લીધા હતા. ટક્કરના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળે જ તેમનું મોત (Rabari Colony Accident) થયું હતું.

અકસ્માત બાદ ચાલક ફરાર, પોલીસની તપાસ

ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસ (Ahmedabad Traffic Police) ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માત સર્જીને ફરાર થયેલા આઈસર ચાલકને શોધવા પોલીસે તપાસ શરૂ કરી (Gujarat News) છે. આ માટે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે.


આ પણ વાંચો: અમદાવાદ SP રિંગ રોડ પર હિટ એન્ડ રનના 2 બનાવ, બે યુવકોનાં મોત

આ પણ વાંચો: પાટણમાં હિટ એન્ડ રનનો બનાવ, મિની ટ્રકની અડફેટે બે પદયાત્રીઓનાં મોત, 4 ગંભીર

આ પણ વાંચો: ભરૂચના ધોળીકુઈમાં હિટ એન્ડ રન: કાર ચાલકે 4 લોકોને અડફેટે લીધા, દારૂના નશામાં હોવાનો આરોપ