Patan News/ પાટણમાં હિટ એન્ડ રનનો બનાવ, મિની ટ્રકની અડફેટે બે પદયાત્રીઓનાં મોત, 4 ગંભીર

Patan Hit and Run: પાટણના જંગરાલ ગામ નજીક મિની ટ્રકે પદયાત્રીઓના સંઘને અડફેટે લેતાં બે લોકોનાં મોત થયાં અને ચાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. ફરાર ટ્રકચાલકને સ્થાનિકોએ ઝડપી પોલીસને સોંપ્યો.

Top Stories Gujarat
Patan Hit and Run: પાટણમાં હિટ એન્ડ રનથી 2 પદયાત્રીઓનાં મોત, 4 ગંભીર

Patan News: પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં જંગરાલ ગામ નજીક હિટ એન્ડ રનની ઘટના (Patan Hit and Run) સામે આવી છે. બીજ ભરવા માટે પગપાળા જઈ રહેલા શ્રદ્ધાળુઓના સંઘને મિની ટ્રકે અડફેટે લેતાં બે પદયાત્રીઓનાં મોત થયાં છે, જ્યારે અન્ય ચાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ ટ્રકચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો, જોકે સ્થાનિક યુવાનોએ તેનો પીછો કરીને તેને ઝડપી પોલીસને સોંપ્યો હતો.

Patan Hit and Run: બીજ ભરવા જઈ રહેલા પદયાત્રીઓને ટ્રકે અડફેટે લીધા

મળતી માહિતી મુજબ, પદયાત્રીઓ બીજ ભરવા માટે પગપાળા જઈ રહ્યા હતા. આ દરમિયાન જંગરાલ ગામ નજીક પૂરપાટ ઝડપે આવી રહેલી મિની ટ્રકે પદયાત્રીઓને અડફેટે લીધા (Mini Truck Accident) હતા. અકસ્માતમાં બે લોકોનાં મોત થયાં હતાં અને ચારને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ઘટના બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સ્થાનિક યુવાનોએ પીછો કરી ટ્રકચાલકને ઝડપી પાડ્યો

અકસ્મા‌ત સર્જ્યા બાદ ટ્રકચાલક વાહન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો (Gujarat Road Accident) હતો. જોકે, સ્થાનિક યુવાનોએ તેનો પીછો કર્યો હતો અને વરૂ ગામ પાસેથી તેને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેને પોલીસને સોંપવામાં આવ્યો (Truck Driver Arrested) હતો.


આ પણ વાંચો: અમદાવાદ SP રિંગ રોડ પર હિટ એન્ડ રનના 2 બનાવ, બે યુવકોનાં મોત

આ પણ વાંચો: ભરૂચના ધોળીકુઈમાં હિટ એન્ડ રન: કાર ચાલકે 4 લોકોને અડફેટે લીધા, દારૂના નશામાં હોવાનો આરોપ

આ પણ વાંચો: સુરેન્દ્રનગર હિટ એન્ડ રન: માતા-પુત્ર બાદ પતિનું પણ મોત, એક જ પરિવારના 3 સભ્યોનાં જીવ ગયા