BJPએ તમામ સેલને સક્રિય કરી દીધા છે.તમામ સેલની બેઠક બોલાવી ચુંટણી લક્ષી કામગીરી સોપવામાં આવી રહી છે.તમામ સેલને પોતાના સમાજ અને વિસ્તારમાં સક્રિય થઇ કામગીરી કરવા માટે સુચના આપવામાં આવી છે. BJPમાં પ્રદેશ સ્તરે સેલની રાચના કરવામાં આવી છે જેમાં તમામ સેલની બેઠક અલગ અલગ બોલાવવામાં આવી હતી જેમાં તમામ સેલને ચુંટણી લક્ષી જવાબદારી સોપવામાં આવી છે.જે સેલ બનાવવામાં આવેલા છે તેને હવે ચુંટણી સુધી સક્રિય કરી તેની જવાબદારી સોપી કામગીરી કરવા આદેશ આપવામાં આવ્યો છે.જેમાં જે તે સેલને લગતી સરકારની યોજનાઓ શું છે તેને લોકો સુધી પહોચાડવી તેના લાભ અપાવવા સહિતની જવાબદારી સોપવામાં આવી છે.
આજે સૌથી મહત્વની બેઠક હતી ઉદ્યોગ સેલની જેમાં રાજ્યમાં આવેલા ઉધોગ ગૃહો ના સંપર્ક કરવા તેના માટે સરકારે શું યોજનાઓ બનાવી છે.તેનો લાભ મળે છે કે નહિ સાથે જ એ ઉદ્યોગોને પાર્ટી સાથે જોડવા સહિતની કામગીરી કરવા સુચના આપવામાં આવી છે.સાથે જ એ ઉદ્યોગોમાં કામ કરતા લોકો પણ પાર્ટી તરફ વળે તેવા પ્રયાસ કરવા માટે પણ જણાવવામ આવ્યું છે.
તમામ સેલમાં એક પોલીસી રીસર્ચ ટીમ ઉભી કરાઈ છે તેના દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારની કામગીરી અને તેનાથી થતા લાભો સહિતની વિગતો એકઠી કરવા અને લાભાર્થીઓની યાદી બનાવવાની કામગીરી પણ સોપવામાં આવી છે જેના માધ્યમથી આગામી ચુંટણી સમયે લોકો સાથે સીધો સંપર્ક કરી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો:CM પુષ્કર સિંહ ધામીએ MLA તરીકે લીધા શપથ, કહ્યું- સેવક બનીને કામ કરીશ
આ પણ વાંચો:આગ ઓલવવાના કામમાં આવતા રોબોટમાં બ્લાસ્ટ, ફાયર મેન થયો ઈજાગ્રસ્ત
આ પણ વાંચો:રાહુલ ગાંધી ED ઓફિસ પહોંચ્યા, પ્રિયંકા ગાંધી પણ હાજર
