(વસિમ મેમણ – પ્રતિનિધિ, તિલકવાડા)
15મી નવેમ્બર ‘જનજાતિય ગૌરવ દિવસ’ થી શરૂ થયેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નો નાંદોદ તાલુકાની પ્રાથમિક શાળા વડિયાના પટાંગણમાં પ્રારંભ કરાવતા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારે નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી ખુશી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ભીખુસિંહજી પરમારે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ થકી નર્મદા જિલ્લાના પ્રત્યેક નાગરિકને કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ ફ્લેગશીપ યોજનાઓની માહિતી અને ફ્લેગશીપ યોજનાના લાભો મળશે. આ ઉપરાંત પાત્રતા ધરાવતા વંચિત લાભાર્થીઓને પણ આ યાત્રા હેઠળ આવરી લેવાશે વધુમાં મંત્રી શ્રીએ જણાવ્યું કે ગુજરાતના 33 જિલ્લાઓ પૈકી માત્ર નર્મદા જિલ્લાને જ આદિજાતિ બિરસમુંડા ટ્રાયબલ યુનીવર્સીટીની અમૂલ્ય ભેટ મળી છે જે આપણા માટે ગૌરવની બાબત છે.
આ યાત્રા સંદર્ભે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં અંબાજી ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ દેશવાસીઓને રેકોર્ડિંગ શુભેચ્છા સંદેશ પાઠવીને સરકારની ફ્લેગશીપ યોજનાઓનો લાભ આદિજાતિ બાંધવ સહિત પ્રત્યેક નાગરિકને મળે તેવી હિમાયત કરી હતી.
કાર્યક્રમ દરમિયાન ભગવાન બિરસા મુંડા સહિત નામી-અનામી વીર ક્રાંતિકારીના બલિદાનને યાદ કરવામાં આવ્યા હતા. તેમજ આદિવાસી પરંપરા, સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસાનો પરિચય આપતી પરંપરાગત આદિવાસી નૃત્ય કલાકારોએ પ્રસ્તુત કર્યું હતું. મંત્રી ભીખુસિંહજી પરમાર સહિત ઉપસ્થિત મહાનુભાવોએ આ નૃત્યને નિહાળીને ખુશી વ્યક્ત કરી હતી કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓ લાભાર્થીઓને પ્રતિકાત્મક સહાયના ચેક વિતરણ કરાયા હતા. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો નાંદોદ સહિત દેડિયાપાડા તાલુકામાં પ્રારંભ થયો છે જ્યાં નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરશે
Read More : અમદાવાદ/સાબરમતી નદીમાંથી એક જ દિવસમાં 4 મૃતદેહ મળી આવતા અરેરાટી
Read More : અમદાવાદ/મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધિકારીઓ સાથે જશે વિદેશ પ્રવાસે, આ છે કારણ
Read More : અમરેલી/ભાજપ મહિલા નેતા મધુબેન જોશીની ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળી અંતિમયાત્રા
નર્મદા જીલ્લાના અન્ય સમાચાર માટે અહીં ક્લિક કરો
નર્મદા જીલ્લાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
Follow us on : Facebook | Twitter | WhatsApp | Telegram | Instagram | Koo | YouTube
Download Mobile App : Android | IOS