Not Set/ સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત્, પ્રેમ પ્રકરણમાં યુવકને રહેંસી નાખ્યો

સુરતમાં હત્યાનો સીલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. શહેરમાં વધુ એક ખૂની ખેલ ખેલાયો છે. ગઇકાલે મોડી રાત્રે સુરતના ડિંડોલી વિસ્તારમાં એક યુવકની સરેઆમ હત્યા કરી નાખવામાં આવી હતી. આ હત્યા છોકરી સાથેના પ્રેમ સંબંધને લીધે થઇ હોવાનું સામે આવી રહ્યું છે. પ્રેમિકાના ભાઈએ એક યુવાનને બેરહેમીપૂર્વક ઘાતકી હત્યા કરી છે. મળતી માહિતી અનુસાર, ડિંડોલીમાં […]

Gujarat Surat
34ae4b537f1d525b48e13b50634baccb સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત્, પ્રેમ પ્રકરણમાં યુવકને રહેંસી નાખ્યો

સુરતમાં હત્યાનો સીલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. શહેરમાં વધુ એક ખૂની ખેલ ખેલાયો છે. ગઇકાલે મોડી રાત્રે સુરતના ડિંડોલી વિસ્તારમાં એક યુવકની સરેઆમ હત્યા કરી નાખવામાં આવી હતી. આ હત્યા છોકરી સાથેના પ્રેમ સંબંધને લીધે થઇ હોવાનું સામે આવી રહ્યું છે. પ્રેમિકાના ભાઈએ એક યુવાનને બેરહેમીપૂર્વક ઘાતકી હત્યા કરી છે.

મળતી માહિતી અનુસાર, ડિંડોલીમાં હરીદ્વારનગર સોસાયટીમાં રહેતો કપીલ સુદામ સિરસાઠની આશરે 9 વાગ્યાના સુમારે આરોપી ગણેશ હિંમત ચિત્તે અને તેના બે મિત્ર સાથે મળીને ડિંડોલીમાં જ સાંઈનગરમાં મહાદેવ કિરાણા સ્ટોર પાસે જાહેરમાં કપીલને ચપ્પુના ઉપરા-છાપરી દસેક ઘા મારીને નાસી ગયા હતા.

કપિલ નામનો યુવક આરોપી ગણેશ તેની બહેન પૂજા સાથે છેલ્લા એકાદ વર્ષથી પ્રેમસંબંધમાં હતો. જેની જાણ ગણેશને થતાં એ વાતની અદાવત રાખી આરોપી ગણેશ અન્ય આરોપી મિત્રો સાથે મળી બહેનના પ્રેમી કપિલને ચપ્પુ વડે આડેધડ ઘા મારી તેને શરીરે માથામાં, ગળા ઉપર, પેટમાં, કમર પર, જમણા પડખે, ડાબા પંજામાં, જમણા હાથના ખભા ઉપર અને છાતી ઉપર ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ તેઓ ત્યાંથી નાસી છૂટયા હતા.

કપિલ સુદામ શિરશાથને છેલ્લા ઘણા સમયથી સોસાયટીમાં જ રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. તેઓ નિયમિત રીતે મોબાઇલ પર વાત કરતા રહેતા હતા. જો કે યુવતીનાં ભાઇ ગણેશ ચિત્તેને આની ગંધ આવી ગઇ હતી. જેથી ગણેશે પોતાની બહેનની દુર રહેવા કપિલને ઉગ્ર શબ્દોમાં આ અંગે જાણ કરી હતી. આ મુદ્દે બંન્ને ચ્ચે ઝગડો થયો હતો. ગણેશે ઠપકો આફ્યા બાદ કપિલ નિયમિત રીતે તેની પ્રેમિકાને મળતો હતો. જેથી ઉશ્કેરાયેલા ગણેશે ગત્ત રાત્રે બે મિત્રો સાથે મળીને કપિલ પર જીવલેણ હુમલો કર્યો હતો. તેની હત્યા કરી દીધી હતી. 

ડીંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સુરતમાં જોવા જઈએ તો સતત ગુનાખોરી વધી રહી છે. આ અગાઉ પણ સુરતમાં ઢગલાબંધ આવી ઘટનાઓ બની ચુકી છે. હવે નવા નિયુક્ત પોલીસ કમિશનર શ્રી આ બાબતે કેવું વલણ દાખવે છે તે જોવાનું બાકી રહ્યું. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.