Not Set/ બનાસકાંઠા/ માસ્ક ન પહેરવા બદલ બાઈક ચાલકને રોકતા પોલીસકર્મી પર કર્યો હુમલો

બનાસકાંઠામાં કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે શહેરના છાપી પોલીસની હદમાંથી પસાર થતા એક બાઇક ચાલક ને રોકાવી તેને માસ્ક પહેરેલ ન હોઈ દંડની પાવતી લેવાનું કહેતા પોલીસ કર્મી વનાજી ઠાકોર પર હુમલો કર્યો હતો.પોલીસ કર્મી ઘાયલ થતા સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે. મળતી માહિતી મુજબ, છાપી પોલીસ મથકમાં ટ્રાફિકની કામગીરી કરતા વનાજી ઠાકોર આજે […]

Gujarat Others
597d153fa2c729ad57a51c184969db3e બનાસકાંઠા/ માસ્ક ન પહેરવા બદલ બાઈક ચાલકને રોકતા પોલીસકર્મી પર કર્યો હુમલો

બનાસકાંઠામાં કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે શહેરના છાપી પોલીસની હદમાંથી પસાર થતા એક બાઇક ચાલક ને રોકાવી તેને માસ્ક પહેરેલ ન હોઈ દંડની પાવતી લેવાનું કહેતા પોલીસ કર્મી વનાજી ઠાકોર પર હુમલો કર્યો હતો.પોલીસ કર્મી ઘાયલ થતા સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે.

મળતી માહિતી મુજબ, છાપી પોલીસ મથકમાં ટ્રાફિકની કામગીરી કરતા વનાજી ઠાકોર આજે પોતાની ફરજ પર હતા, જે દરમ્યાન એક બાઇક લઈને આવી રહેલ સુરેશસિંહ ખુમાજી દરબારને માસ્ક પહેરેલ ન  હોઇ તેને રોકાવી માસ્ક કેમ નથી પહેર્યો દંડ ભરવો પડશે તેવી વાત પોલીસ કર્મી કરી રહ્યો હતો, પરંતુ ત્યારબાદ ઇસમ સુરેશસિંહે પોલીસ પર હુમલો કરી દેતા પોલીસ કર્મી વનાજી ઠાકોર ઘાયલ થયા હતા.

આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતા લોકો દોડી આવી પોલીસ કર્મીને સારવાર અર્થે લઈ હતા, જ્યારે હુમલો કરનાર ઇસમ સુરેશસિંહ ખુમાજી દરબાર રહે તેનીવાડા વાળાને પોલીસે ગણત્રીની કલાકોમાં ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધેલ હતા.

આ હુમલા માં ઘાયલ પોલીસ કર્મી વનાજી ઠાકોર હાલ સારવાર હેઠળ છે જ્યારે હુમલો કરનાર  સામે છાપી પોલીસ મથક માં ફરિયાદ નોંધી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

ભરત સુંદેશા મંતવ્ય ન્યુઝ, બનાસકાંઠા 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.