Not Set/ સાંસદની ગ્રાન્ટનું સરવૈયું

— ગુજરાતના 26 સાંસદોને મળેલી ગ્રાન્ટ 650 કરોડ — કેન્દ્રસરકારે રીલીઝ કરેલી ગ્રાન્ટ 565 કરોડ — 26  સાંસદોએ ગ્રાન્ટરૂપે કર્યો ખર્ચ 559.39 કરોડ — 3 સાંસદોએ મળેલી ગ્રાન્ટ કરતાં વિકાસ હેતુ વધુ ખર્ચ કર્યો — નવસારીના સાંસદ સી.આર.પાટીલ ગ્રાન્ટનો ખર્ચ કરવામાં મોખરે — રાજરોટના સાંસદ મોહન કુંડારીયાએ સૌથી ઓછી ગ્રાન્ટ ખર્ચી ગુજરાતના સાંસદની ગ્રાન્ટનું સરવૈયુ […]

Top Stories Gujarat Others Politics
lok sabha india સાંસદની ગ્રાન્ટનું સરવૈયું

— ગુજરાતના 26 સાંસદોને મળેલી ગ્રાન્ટ 650 કરોડ

— કેન્દ્રસરકારે રીલીઝ કરેલી ગ્રાન્ટ 565 કરોડ

— 26  સાંસદોએ ગ્રાન્ટરૂપે કર્યો ખર્ચ 559.39 કરોડ

— 3 સાંસદોએ મળેલી ગ્રાન્ટ કરતાં વિકાસ હેતુ વધુ ખર્ચ કર્યો

— નવસારીના સાંસદ સી.આર.પાટીલ ગ્રાન્ટનો ખર્ચ કરવામાં મોખરે

— રાજરોટના સાંસદ મોહન કુંડારીયાએ સૌથી ઓછી ગ્રાન્ટ ખર્ચી

ગુજરાતના સાંસદની ગ્રાન્ટનું સરવૈયુ

16 મી લોકસભાનું સમાપન થવાના આરે છે. દરમિયાન 17 મી લોકસભાનો ચૂંટણી કાર્યક્રમ પણ જાહેર થઇ ગયો છે. ત્યારે 16 મી લોકસભામાં 5 વર્ષ દરમિયાન સાંસદોને કેન્દ્ર દ્વારા મળવાપાત્ર વિકાસ ગ્રાન્ટમાં કયા સાંસદે કેટલી ગ્રાન્ટનો ઉપયોગ કર્યો..કોણ આગળ..કોણ પાછળ…એ અંગે કેન્દ્રસરકારના આર્થિક સર્વેક્ષણ હેતુ બહાર આવેલી ગુજરાતના સાંસદોની ગ્રાન્ટની માહિતીનો જુઓ આ અહેવાલ…

 દેશમાં 17 મી લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજવાની જાહેરાત ચૂંટણીપંચે કરી છે. દરમિયાન 16 મી લોકસભામાં કેન્દ્રસરકાર દ્વારા ગુજરાતના સાંસદોને મળવાપાત્ર સાંસદની ગ્રાન્ટમાંથી કયા સાંસદે કેટલી ગ્રાન્ટનો ઉપયોગ વિકાસ હેતુ કર્યો..તેની માહિતી આ અહેવાલમાં રજૂ કરી છે. ગુજરાતની 26 લોકસભાની તમામ બેઠકો પર ભાજપના સાંસદો ચૂંટાઇને આવ્યા છે. દરમિયાન 16 મી લોકસભામાં 5 વર્ષ દરમિયાન 650 કરોડ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. જેમાંથી કેન્દ્રસરકારે 585 કરોડ ગ્રાન્ટ રીલીઝ કરવામાં આવી હતી. તે પૈકી સાંસદોએ વિકાસ કાર્ય હેતુ 559.39 કરોડનો ખર્ચ કર્યો છે. નવસારીના સાંસદ સી.આર.પાટીલે સૌથી વધુ ગ્રાન્ટ તો રાજકોટના મોહન કુંડારીયાએ સૌથી ઓછી ગ્રાન્ટ વિકાસ કાર્ય હેતુ ખર્ચ કર્યો હોવાની વિગત બહાર આવી છે. ગુજરાતના3 સાંસદોએ રીલીઝ થયેલી ગ્રાન્ટમાંથી 100 ટકા કરતાં વધુ ખર્ચ ક્યો છે. જ્યારે 3 સાંસદોએ મળવાપાત્ર ગ્રાન્ટ કરતાં ઓછો ખર્ચ કર્યો છે.

 મળેલી ગ્રાન્ટ કરતાં ઓછો ખર્ચ કરનારા સાંસદની વિગત

સાંસદ  મંજૂર ગ્રાન્ટ ( કરોડ) રીલીઝ ગ્રાન્ટ ( કરોડ) ખર્ચ કર્યો ( કરોડ) ગ્રાન્ટ સામે ખર્ચના ટકા
મોહન કુંડારીયા 22.37 22.50 19.29 83
ડો.કિરીટ સોલંકી 22.01 22.50 20.23 87
જશવતસિંહ ભાંભોર 25.68 25.00 22.44 87

                          

જો કે વિકાસ કાર્ય હેતુ ગુજરાતના સાંસદોએ મહદઅંશે ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે. તમામ 26 સાંસદોએ 80 ટકા કે તેથી વધુ ગ્રાન્ટનો ઉપયોગ વિકાસ હેતુ કર્યો છે. ત્યારે હવે આગામી લોકસભા-2019માં કયા સાંસદો પર પસંદગીનો કળશ મતદારો ઉતારશે..તે જોવું રહેશે.