Not Set/ ગુરુગ્રામ મારપીટ: કેજરીવાલનો પીએમ મોદી પર પ્રહાર, હિટલર સાથે કરી તુલના

દિલ્હી, દિલ્હી નજીક ગુરુગ્રામમાં હોળીના દિવસે એક પરિવારની બદમાશો દ્રારા કરવામાં આવેલ મારપીટનો એક વીડીયો સોશિઅલ મીડિયા પર વાયરલ થયા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ ઘટના પર ટ્વીટ કર્યું છે અને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ લોકો હિન્દુઓ નથી, હિન્દુઓના વેશમાં ગુંડા છે, તેમની પાર્ટી લુચ્ચા, લફંગા, ગુંડાઓની સેના […]

Top Stories India Trending
arm 1 ગુરુગ્રામ મારપીટ: કેજરીવાલનો પીએમ મોદી પર પ્રહાર, હિટલર સાથે કરી તુલના

દિલ્હી,

દિલ્હી નજીક ગુરુગ્રામમાં હોળીના દિવસે એક પરિવારની બદમાશો દ્રારા કરવામાં આવેલ મારપીટનો એક વીડીયો સોશિઅલ મીડિયા પર વાયરલ થયા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ ઘટના પર ટ્વીટ કર્યું છે અને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ લોકો હિન્દુઓ નથી, હિન્દુઓના વેશમાં ગુંડા છે, તેમની પાર્ટી લુચ્ચા, લફંગા, ગુંડાઓની સેના છે,જેનાથી દેશ અને હિન્દુ ધર્મ બંનેને બચાવવા દરેક ભારતીયની ફરજ છે.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આ ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે જે રીતે સત્તા માટે હિટલરના ગુંડાઓ લોકોની પિટાઈ કરતા હતા. તેમનું મર્ડર કરતા હતા. એ જ રીતે મોદી જી પણ સત્તા માટે કરવી રહ્યા છે, હિટલરના બતાવેલા રસ્તોઓ પર ચાલે છે. પરંતુ મોદી સમર્થકોને નથી દેખાતું કે આપણો ભારત ક્યાં જઈ રહ્યો છે?

આપને જણાવી દઈએ કે ગુરુગ્રામના ભોંડસીના ભૂપસિંહ નગર વિસ્તારમાં મુસ્લિમ પરિવારના કેટલાક બાળકો સાંજ લગભગ સાડા 5 વાગ્યે ઘર બહાર ક્રિકેટ રમી રહ્યા હતા. આ મામલાને લઈને ત્યાં કંઇક વિવાદ થયો પછી 30 થી 35 બદમાશોએ શાહિદ નામના વ્યકિતને બેરહેમીથી મારવાનું શરૂ કર્યું. આ દરમિયાન ઘરની છોકરીઓ, બાળકો અને સ્ત્રીઓએ સતત મદદ માંગી રહ્યા હતા, પરંતુ બદમાશો રોકાયા નહિ. બદમાશોની પિટાઈથી એ શખ્સ બેહોશથઇ ગયો.. હરિયાણા પોલીસ દ્વારા પીડિત પરિવાર તરફથી ફરિયાદ નોંધાવવામાં આવી છે અને લગભગ 12 લોકો સામે કેસ નોંધાવ્યો છે.

tweet_032319101910.jpg

ગુરુગ્રામમાં મારપીટની આ ઘટનાના થોડા જ કલાકો પછી તેનો વીડીયો ટ્વિટર, ફેસબુક અને વોટ્સએપ પર વાયરલ થઇ ગયો. આ ઘટના ગુસ્સો વ્યક્તકરતા  દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ દેશની આ પ્રકારની સ્થિતિ અંગે ચિંતિત હતા. વડાપ્રધાન પર તજ કસતા તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી હવે તે શખ્સને જેલમાં મોકલશે જેણે આ વીડીયો બનાવ્યો છે.

tweet_032319101910.jpg

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે સવારે કહ્યું કે આપણા ક્યાં ધર્મગ્રંથમાં લખ્યું છે કે મુસ્લિમોને મારો,આવુ કહેનારો લોકો હિન્દુઓ નથી પરંતુ તેઓ ગુંડાઓ છે. કેજરીવાલે કહ્યું હતું કે દેશ અને હિન્દુ ધર્મ બંનેને બચાવવાએ દરેક ભારતીયની ફરજ છે.

કેજરીવાલે કહ્યું કે હિટલર પણ સત્તા માટે આ કરી રહ્યો છે. હિટલરના ધમકીથી લોકોને મારવામાં આવે છે, તેમની હત્યા કરવામાં આવે છે અને પોલીસે તેમને માર્યા, તેમની સામે કેસ કેસ કરે છે. મોદીજી પણ સત્તા માટે આ કરવી રહ્યા છે, હિટલરના રસ્તે ચાલી રહ્યા છે, પરંતુ મોદી સમર્થકોને નથી દેખાતું કે આપણો દેશ ક્યાં જઈ રહ્યો છે? ગુરુગ્રામ પોલીસે કહ્યું કે આ ઘટનાના દોષીઓને સજા થશે, પોલીસની તપાસ ચાલી રહી છે.